
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નિવાલ્દા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ:
આજે વિશ્વ યોગ દિને સમગ્ર ગુજરાતમાં કોવિડ વેક્સિનેશન ના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ સમગ્ર ગુજરાત રાજય સહીત દેડીયાપાડાની નિવાલ્દા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, માજી વનમંત્રીશ્રી મોતીલાલ વસાવા, સરપંચશ્રી ધરમસિંહ, પ્રાંત અધિકારીશ્રી, શિક્ષક સ્ટાફ, તલાટી કમ મંત્રીશ્રી, આરોગ્ય વિભાગ ના અધિકારીઓ/સભ્યશ્રીઓ/પદાધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કોવિડ વેક્સિનેશન મહા અભિયાનનો તાલુકામાં પ્રારંભ કરાયો હતો. જેમાં માજી વનમંત્રી મોતીલાલ વસાવા એ રસીનો બીજો ડોઝ લીધો હતો, અને લોકોને રસી વિશે માહિતી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.