
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
અંક્લેશ્વર તાલુકાના સજોદ ગામેથી સટ્ટા બેટીંગના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી:
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી ગે.કા.ની દારૂ/જુગારની બદી ડામવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોય પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગાર ને ગે.કા.ની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સખ્ત સુચના આપવામા આવેલ હોય,
ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન આજરોજ એલ.સી.બી ની એક ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી દરમ્યાન અંક્લેશ્વર તાલુકાના સજોદ ગામે સ્ટેશન ફળીયામા સટ્ટા બેટીંગના આંકડાનો રૂપિયાની હારજીતનો જુગાર ચાલતો હોવાની મળેલ બાતમી આધારે એલ.સી.બી ટીમે સજોદ ગામે સ્ટેશન ફળીયા ખાતે જુગારની પ્રવ્રુત્તિ બાબતે રેડ કરતા આંક ફકના આંકડાનો જુગાર રમાડતા એક ને ઝડપી પાડી આંકડાના જુગારને લગતા સાધનો તથા જુગારના રોકડા રૂપિયા મળી કુલ કીમત રૂપિયા.૪૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે અને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:
રોકડા રૂ.૪૨,૫૦૦/- તથા જુગાર ને લગતા સાધનો મળી કુલ કી.રૂ.૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ આરોપી: (૧) સતીષભાઇ સંતોષભાઇ વસાવા રહે-સ્ટેશન ફળીયુ સજોદગામ તા અંકલેશ્વર જી-ભરૂચ
કામગીરી કરનાર ટીમ:
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ASI કનકસિંહ તથા હે.કો.પરેશભાઇ હે.કો.વર્ષાબેન એલ.સી.બી ભરૂચ.