
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પક્ષ અને સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા તાપી જિલ્લામાં ભાજપાના દક્ષિણ ગુજરાતના મીડિયા ઇન્ચાર્જ શ્રી રાજેશભાઇ દેસાઈ અને સહ ઇન્ચાર્જ દીપિકાબેન ચાવડાની અધ્યક્ષતામાં મીડીયા વિભાગની પ્રથમ બેઠક યોજાઇ:
જિલ્લાના પ્રભારીશ્રી અશોકભાઇ ધોરાજીયાએ મીડિયાની કામગીરી અંગેનુ વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ, મહામંત્રીશ્રી વિક્રમભાઇ તરસાડિયા, પંકજભાઇ ચૌધરીની પણ ખાસ ઉપસ્થિતી:
વ્યારા: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સફળ સુકાની અને પેજ પ્રમુખનાં પ્રણેતા માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાત મીડીયા કન્વીનર શ્રી રાજેશભાઇ દેસાઈ તથા સહ કન્વીનર શ્રીમતી દીપિકાબેન ચાવડાની અધ્યક્ષતામાં તાપી જિલ્લા મીડિયા વિભાગની અભ્યાસવર્ગની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારાનાં આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના પ્રભારીશ્રી અશોકભાઇ ધોરાજીયા, મહામંત્રીશ્રી વિક્રમભાઇ તરસાડિયા, શ્રી પંકજભાઇ ચૌધરી, જિલ્લા મીડિયા કન્વીનર શ્રી એસ.વાય. ભદોરિયા અને જિલ્લા સહ કન્વીનર શ્રી નરેંદ્રભાઇ ભુવચિત્રા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા મીડિયા વિભાગની મળેલ પરિચય બેઠકમાં મીડિયા વિભાગની ટીમને માર્ગદર્શન આપતા દક્ષિણ ગુજરાતના મીડિયા ઇન્ચાર્જ શ્રી રાજેશભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, સેવા એ જ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારે ભાજપની મીડિયા ટીમ લોકો સુધી પક્ષ અને સરકારની કામગીરી સચોટ રીતે પહોંચાડે તેમજ આવનારા સમય માટે ડિબેટ ટીમ તૈયાર કરી, વિવિધ રાજકીય પ્રશ્નો અને પ્રજાલક્ષી સમસ્યાઓ માટે તૈયાર રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોરોનાકાળમાં જિલ્લા ભાજપ અને તેની મીડિયા ટિમ દ્વારા થયેલી કામગીરીને બિરદાવાઈ હતી. પત્રકારોને પડતી તકલીફમાં પક્ષ પડખે ઉભો રહી મદદરૂપ થાય એવી વિશેષ જાણકારી આપી ઉપસ્થિત મીડિયા કન્વીનરોને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે લોકશાહીમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડીયાની ચોથી જાગીર તરીકે ગણના થાય છે.
પત્રકારોને પડતી તકલીફમાં પક્ષ પડખે ઉભો રહી મદદરૂપ થાય એવી વિશેષ જાણકારી સાથે ઉપસ્થિત મીડિયાનાં કન્વીનરો-સહ કન્વીનરોને વિસ્તૃતમાં માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. તાપી જિલ્લાના પ્રભારીશ્રી અશોકભાઇ ધોરાજીયાએ જિલ્લા તથા તાલુકા ટીમની સંરચના બાબતે વિગતો મેળવી મીડિયાની કામગીરી અંગેનુ વિસ્તૃત માર્ગ દર્શન પુરુ પાડ્યુ હતુ. કાર્યક્રમ અંતર્ગત સહ કન્વીર શ્રીમતી દીપિકાબેનએ ભાજપ મિડિયાની પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક્સ મિડિયા સાથેની ભુમિકા સમજાવતા સંગઠનાત્મક કાર્યો પર ભાર મુક્યો હતો. ભાજપામાં પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી. સી.આર.પાટીલ સાહેબના સૂચનથી પત્રકારો સાથેનાં સંકલનમાં પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા પક્ષમાં એક મીડિયા વિભાગની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ.