
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં પોતાના જીવન જોખમે કામ કરતા કોરોના વોરીયર્સનો આવ્યો ભૂખ હડતાળ પર બેસવાનો વારો …
ભુખ હડતાળ પર બેઠેલી અંદાજિત 40 જેટલી નર્સ છેલ્લા 5-6 મહિનાથી પગારથી વંચીત…આ અગાઉ પણ લોકડાઉન વખતે પણ આ એજન્સીઓ દ્વારા 3 મહિનાનો પગાર નહોતો કરવામાં આવ્યો…
તેમના જણાવ્યા મુજબ ઘણા બધા અધિકારીઓને રજુઆત કરી છતાં આજદિન સુધી તેમના પેટનું પાણી પણ નથી હલતું…
હાથમાં બેનર લઈ ભારે સુત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો…
હડતાળ પર બેઠેલી તમામ નર્સ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની તૈયારી દર્શાવી…
નર્મદા જિલ્લો આદિવાસી પૂર્વપટ્ટી ધરાવતો જિલ્લો છે તેવામાં પોતાના ખર્ચે કોરોના વેકસીન, ફિલ્ડવર્ક,વેકસીન કે પછી ડિલિવરી જેવી તમામ સેવા માટે ડુંગર વિસ્તારમાં જાય છે અને આજે તેમને 5 મહિનાથી પગારથી વંચિત છે અને આ અગાઉ પણ લોકડાઉન વખતે આમને ત્રણ મહિનાનો પગાર નથી મળ્યો.હાલમાં જોવા જઈએ તો તમામ PHC હોઈ કે CHC તમામ નું સંચાલન નર્સ કરતી હોય છે તો કોરોના જેવી મહામારીમાં પોતાના જીવના જોખમે કામ કરતી આ નર્સના પૈસા ખાનાર તમામ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.