
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડામાં કેન્દ્ર સરકાર ને 7 વર્ષ પુરા થવા પર માસ્ક અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું:
સુશાસન અને પારદર્શિતાના પ્રતીક એવા યશસ્વી ભારત ના વડાપ્રધાન શ્રી.નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન પદ પર સેવા અને સંકલ્પના સફળ 7 વર્ષ પૂર્ણ થવા બદલ ડેડીયાપાડા જિલ્લા પંચાયત ની બેસણા શક્તિ કેન્દ્ર માં જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા સાથે નર્મદા જીલ્લા સોશ્યલ મીડિયા સહ કનવિનર મીનહાજ મલેક તથા અશ્વિનભાઈ વસાવા, તેમજ તમામ કાર્યકર્તા સાથે દેડીયાપાડા નાં પૂર્વ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં જેમ કે, પીપલા કંકાલા, મોટી સિંગલોટી ગામે માસ્ક તથા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું સાથે કોરોના સામે રક્ષણ મેળવવા માટે નું માર્ગદર્શન ગ્રામજનો ને આપવામાં આવ્યું હતું. જેથી તમામ ગ્રામજનો એ તમામ કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.