
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકા મથકની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ અને સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી શ્રી.પી.ડી.પલસાણા:
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનૃલક્ષીને નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ -ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટીવ દરદીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઉભા કરાયેલાં ઓક્સિજનવાળા બેડની મુલાકાત લીધી હતી. તે વેળાએ ફરજ પરનાં તબીબો સાથે કોરોના પોઝિટીવ દરદીઓ કેટલાં છે. ડોર-ટુ ડોર સર્વેલન્સ દરમિયાન સામાન્ય લક્ષણો ધરાવનાર દરદીઓ- કોરોના પોઝિટીવ દરદીઓ કેટલાં મળી આવે છે, તબીબી સ્ટાફ કેટલો છે તેમજ ગામ લોકોનો સહયોગ મળી રહે છે કે કેમ જેવી બાબતો પર જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી.
તદઉપરાંત દેડીયાપાડા ખાતે નવનિર્મિત પામેલ નવાં સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની પણ મુલાકાત લઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ શ્રી પલસાણાએ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેન્ટ્રલ ઓક્સિજનવાળા નવા ઉભા કરાયેલાં બેડ, સાગબારાના કોવિડ કેર સેન્ટર સહિતની મુલાકાત દરમિયાન કોવિડ કેર સેન્ટરમાં દરદીઓને અપાતા ભોજન, માસ્ક, સેનીટાઇઝેશ વગેરેની ઉપલબ્ધિ અંગે પણ ફરજ પરનાં તબીબો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
શ્રી પલસાણાની ઉક્ત મુલાકાત દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી મનોજ શર્મા, શ્રી નાનસિંગભાઇ વસાવા ઉપસ્થિત રહયાં હતા.