
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા:
ભયમુક્ત: વાંસદાના ગંગપુર ગામે ૧૦ દિવસના સફળ સ્વૈચ્છિક લોડાઉનના કારણે કોવિડ સંક્રમણમાં ઘટાડો જોવાં મળ્યો હતો.
ગંગપુરના ગ્રામજનો ઘરોમાં રહીને આ કોરોના ની કપરી આફતને અવસરમાં બદલવા કાર્યશીલ બન્યા છે અનેક લોકો કોરોના મુકત થયા ગામના અન્ય લોકોને પણ ઘરમાં રહેવા પ્રેરણા પુરી પાડી રહયા છે.
વાંસદાના ગંગપુર ગામે ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ઘરે-ઘર તાવ શરદી ઉધરસમાં લોકો પીડાતા ૧૨૪ લોકોના સેમ્પલ લેવાતા ૧૬-પોઝિટિવ કેસો નોંધાતા અન્ય ગ્રામજનોને કોરોન્ટાઈન કરવાની ફરજ પડી હતી જેમાં ગામમાં તાવ શરદી ખાંસીથી પીડાતું હોવાથી સમગ્ર ગંગપુરમાં ભયનો માહૌલ સર્જાયો હતો ત્યારે તંત્ર માટે માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી.સાથે આરોગ્ય વિભાગ દ્વારા ગંગપુર ગામના તમામ લોકોના સેમ્પલો લેવાની જરૂર પડી છે ત્યારે ગામના સ્થાનિક આગેવાનો દ્વારા ૧૦ દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન લગાવીને આ વિકટ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા ગ્રામજનો મક્કમ મનોબળ સાથે સ્વૈચ્છિક લોકડાઉન સાથે પોત પોતાના પરિવારની સંભાળ રાખીને પોતાના જીવ બચાવવા લોકો ઘરોમાં પુરાયા હતા, ગામમાં મહામારી પરિસ્થિતિની દહેશત ફેલાતાં ગામના સ્થાનિક આગેવાનો દ્વારા સ્વૈચ્છિક ૧૦ દિવસ લોકડાઉન જાહેર કરાયુ હતું. આ સમગ્ર ઘટના અંગે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને જાણ તથાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે ગંગપુર ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ૧૨૪ લોકોના સેમ્પ્લો લેવાતા ૧૬ લોકોને કોરોના થઈ ગયો હતો આ ગામમાં કોરોના પ્રસરતા ગંગપુર ગામે સ્વૈચ્છિક ૧૦ દિવસ લોકડાઉન નું પાલન કરતા અનેક લોકો કોરોના ભયમુક્ત થયા છે.
ગંગપુર ગામે ૪ જેટલા શંકાસ્પદ મૃત્યુ નિપજતા આરોગ્ય વિભાગે ૧૨૪-વ્યક્તિ સેમ્પલ લીધા હતા જેમાં ૧૬- પોઝિટિવ આવ્યા હતા, એકબીજાના સંપર્કમાં આવેલ ગ્રામજનો સાથે સ્થાનિક આગેવાનો બેઠક કરીને તમામનો ટેસ્ટ કરાવવાની સાથે ગામમાં ૧૦ સ્વૈચ્છિક લોકડાઉન કરતા હાલમાં ઘણા લોકો કોરોના મુક્ત થયા છે.【ગંગપુર સરપંચ. રાજેન્દ્રભાઈ ભગરિયા】
ગંગપુર ગામે સંક્રમણ વધુ નહિ વકરે માટે દરરોજ સેમ્પલો લેવાઈ રહ્યા છે, જેમ અત્યાર સુધી ઘણા લોકો સ્વસ્થ થઈ ગયા છે સાથે અન્ય લોકોને પણ પણ કોઈપણ સામાન્ય લક્ષણો જણાય તો પોતે સ્વૈચ્છિક સારવાર અર્થે આવી રહ્યા છે, અને આરોગ્ય વિભાગની સુચનાનું પાલન પણ કરી નિયમિત રસીકરણ અને સારવાર લઈ રહ્યા છે. 【PHC,ઘોડામાળ સ્ટાફ. કમલેશભાઈ ગાવીત】
ગંગપુર અને મીંઢાબારી ગામ મળીને અત્યાર સુધી પોતાની બિન કાળજીના કારણે શંકાસ્પદ મૃત્યુ આંક કુલ ૧૭ જેટલો છે જેમાં શરદી ઉધરસ જેવા લક્ષણોના કારણે અમુક મોટી ઉંમરના લોકો સારવાર નહિ કરાવી અને ઘરોમાં જ પુરાઈ રહેતા મૃત્યુ પામ્યા છે.( ઉપરોક્ત માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છે)