શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડામાં આજથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ બજાર સ્વૈચ્છિક બંધ માટેનો નિર્ણય લેવાયો છે,
નર્મદા : દેડીયાપાડાનું સંપૂર્ણ બજાર આજ થી તા.૧૦/૦૪/૨૦૨૧ થી તા.૧૨/૪/૨૦૨૧ સુધી સતત ત્રણ દિવસ સુધી દેડિયાપાડામાં સંપૂર્ણ લોકડાઉનનો સ્વેછીક નિર્ણય વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના મહામારીનુ સંકમણ દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહ્યુ છે. જેને અટકાવવા માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે આથી દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વેપારી મંડળનાં આ કોવિડ મહામારી વચ્ચે લેવાયેલ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. અને આ બાબતે દેડિયાપાડા લીમડા ચોક અને ચાર રસ્તા યાહા મોગી ચોક ખાતે નોટિસ બોર્ડ મુકવામાં આવ્યું છે. દેડિયાપાડા બજાર બંધ બાબતે નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે. દેડિયાપાડાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બજાર ખોલાશે.