
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સંભવત; આગામી તા.૪ થી જાન્યુઆરીએ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારશે; પાણી પુરવઠા બોર્ડ સહીત અનેકવિધ વિકાસકામોનુ લોકાર્પણ/ખાતમુહુર્ત કરશે:
જિલ્લા વહીવટી તંત્રે હાથ ધરી તૈયારીઓ; કલેકટર શ્રી એન.કે.ડામોરે અધિકારીઓને આપ્યુ ઉપયોગી માર્ગદર્શન:
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૩૦; રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ડાંગ જિલ્લાની સંભવિત મુલાકાતને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્રે જરૂરી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે જિલ્લાના સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે સુચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, સંભવતઃ આગામી તા.૪/૧/૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડાંગ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડ સહીત અનેકવિધ વિભાગોના વિકાસ કામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામા આવનાર છે.
આહવા નજીક લશ્કરીયા ખાતે યોજાનારા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત માર્ગદર્શન આપતા કલેકટર શ્રી એન.કે.ડામોરે લોકાર્પણ/ખાતમુહૂર્તના કામોની સંપૂર્ણ વિગતો સહીત મિનીટ ટુ મિનીટ કાર્યક્રમને આખરી કરવા સબબ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમા માન.મુખ્યમંત્રીશ્રી સહીત ઉપસ્થિત રહેનારા રાજ્યના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ સહીતના ઉચ્ચાધિકારીઓ વિગેરે માટે હાથ ધરવાની થતી આનુંશાન્ગિક કામગીરી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપતા કલેકટર શ્રી ડામોરે કાર્યક્રમના આગલા દિવસે રીહર્સલ યોજવા સહીત, સાંપ્રત “કોરોના” ની સ્થિતિ અને તેના માર્ગદર્શક સૂચનો મુજબ મહાનુભાવો, ઉપસ્થિત રહેનારા લોકો વિગેરેની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવાની પણ આ સાથે સુચના આપી હતી.
જુદા જુદા વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્તને લગતી તમામ કામગીરી પૂર્ણ કરી સંબંધિત વિભાગોના જવાબદાર અધિકારીઓને સ્વયં ઉપસ્થિત રહેવા સાથે હેલીપેડ, પાર્કિંગ, સભાસ્થળ સહિતના જુદા જુદા સ્થળોએ કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતો, કોન્વેય-ગ્રીન રૂમ અને સ્ટેજની વ્યવસ્થા, મહાનુભાવોનુ રોકાણ જેવા મુદ્દે પણ કલેકટરએ સુક્ષ્મ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
બેઠકમા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો રજુ કરી, કાર્યક્રમને નિર્વિઘ્ને સંપન્ન કરવા સંબંધિત વિગતો રજુ કરી હતી. નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસે પણ ઉપયોગી સૂચનો રજુ કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે માન.મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંબંધિત મુદ્દાવાર હાથ ધરવાની કાર્યવાહીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેકટરશ્રીની ચેમ્બરમા આયોજિત આ બેઠકમા પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી ડી.બી.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ સહીત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.



