દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

મુખ્ય માર્ગો પર વેપારીઓનો જમાવડો, આમ જનતાને અને રાહદારીઓને પડતી પારાવાર મુશ્કેલીઓ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગનું પ્રવેશ દ્વાર આહવા જીલ્લાનું મથક હોવાથી મુખ્ય માર્ગો પર ધંધાદારી વેપારીઓનો જમાવડો કરતા આમ જનતાને અને રાહદારીઓને પડતી પારાવાર મુશ્કેલીઓ, પંચાયત દ્વારા નોટિસ દેખાવ પુરતી અપાય ?  તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે ?

ડાંગ: આહવાના મુખ્ય માર્ગ કે જ્યાં મુખ્ય મથક હોવાથી આજુબાજુ ના ગામોમાંથી દરરોજ કામ અર્થે લોકોની ભારે ભીડ જામેં છે, અને જ્યાં રાહદારી ઓ માટે ચાલવા ની પણ જગ્યા છોડવામાં ન આવતાં ધંધો કરતા દુકાનદારો ના પાપે જનતા ના છૂટકે રસ્તે ચાલવા મજબૂર લોકો એ આખરે મુખ્ય રસ્તાનો ઉપયોગ કરી પોતાની જાન જોખમમાં રાખી રસ્તા પરથી ચાલવું પડે છે, અને તંત્રની બેદરકારી નો ભોગ જનતા બની રહી છે, અને મુખ્ય રસ્તે પણ વાહનોનો જમાવડો અને આડેધડ પાર્કીંગ કરાઈ દેવાતુ હોય છે, જે જોખમી પરિસ્થિતી ઉભી કરી શકે છે.

આહવાનું  તંત્ર માત્ર દેખાવ પૂરતા બે દિવસની નોટિસ આપી ને  દુકાનદારોને અને આમ જનતાને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે,  કોના રહેમ નજર હેઠળ? અથવા કોનાં ઈશારાથી જવાબદારો લોકોને પરેશાન કરી રહયા છે? જો એમ નથી તો ફુટપાથ ઉપરનાં દબાણો માટે વહીવટી તંત્ર આ બાબતે કડક વલણ  રાખે અને ફૂટપાથ પરની તમામ દુકાનોની વહેલી તકે સફાઈ થાય, દબાણો હટાવીને રસ્તે ચાલતા રાહદારીઓની, જનતાની મુશ્કેલી સમજી અને કાયમી ધોરણે ફૂટપાથ ને ફૂટપાથ જ રાખી ગામની શોભામાં વધારો થાય એમ હવે લોકોની માંગ ઉઠી છે, અને આહવા ગ્રામ પંચાયત દ્વારા આપવા આવેલ નોટિસ નો કેટલા સમય પૂરતું અમલીકરણ થાય એ જોવું રહ્યું….. કાગળ ના વાઘ ફક્ત શોભા માટે જ હોય છે ! તંત્ર, વિભાગ  માત્ર કાગળ પુરતુજ મર્યાદિત રહેશે કે પછી ? તે લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है