શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી : ચીખલી તાલુકાના સુરખાઈ ગામે ધોડીયા સમાજની વાડી ખાતે કીસાન સંમેલન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને આવરી લેવાતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિતિમાં યોજાયો.
આજ રોજ ચીખલી તાલુકાના સુરખાઈ ગામે ધોડીયા સમાજની વાડી ખાતે કીસાન સંમેલન માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબની ઉપસ્થિતિમાં નવસારી- વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને આવરી લેવાતાં અને હાલમાં જે ખેડૂતોનુ આંદોલન દેશમાં ચાલુ છે, અને રાજકીય પક્ષ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવા અને દેશમાં જૂઠાણું ફેલાવતા રાજકીય પક્ષો ખેડૂતોને ઉશ્કેરે છે, ત્યારે કૃષિ કાયદો બિલના સમર્થન માં સ્વતંત્ર ખેડૂત સશક્ત ખેડૂત ભાજપ સરકાર ખેડૂતો ની સરકાર દેશના ખેડૂતોના હીત સર્વોપરી: ખેડૂતોને આઝાદી અપાવતા કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય લીધો છે, ખેડૂતોને સમર્પિત મોદી સરકાર દ્વારા કોવિડ વૈશ્ર્વિક મહામારીના સંકટ સમયમાં પણ કૃષિ ક્ષેત્ર આગળ ધપાવવા આત્મનિર્ભર ભારત પેકેજ આપવામાં આવ્યું છે, દેશમાં મોદી સરકારે અનેક યોજનાઓના માધ્યમથી ખેડૂતોની આવકમાં બે ગણો વધારો કરવાના પગલાં ભર્યા છે.
આદરણીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબે સંબોધન કરતાં કહ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં કોરોના મહામારી પરિસ્થિતિને લઈ સરકારના નિયમોનું પાલન કરાયું છે, કોરોનાની વેકસીન પણ જલ્દી લોકોને માટે સરકાર લાવી રહી છે, કીસાન સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું હતું કે કોગ્રેસ ખેડૂતોના હીતમાં છે કે વિરોધી છે. કોંગ્રેસ અને અમુક પાર્ટીઓ મગરના આંસુ સારવા નીકળી છે. કોગ્રેસ ની દુકાન બંધ થઈ ગઈ છે એટલે એ દુકાન ફરી ચાલુ કરવા જઈ રહી છે, સરકાર ખેડૂતોની હીતમાં સતત કાર્ય કરી રહી છે, પાણી અને વીજળીના કામો કોગ્રેસે આપ્યાં નથી, આદિવાસી સમાજ કે ખેડૂતોનો દિકરો સારી નોકરી મેળવી શકે એના માટે 70 યુનિવર્સિટી અને 6500 મેડિકલ કોલેજ શરૂ કરી છે. આપ બધાં સાથે મળી આત્મ નિર્ભય બનાવવાનું છે, તેવું ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.