શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જિલ્લાનાં ઝગડિયા તાલુકાનાં ખરચી, ભીલવાડા ગામે ઝઘડિયા GIDC માં આવેલ ઔધોગિક એકમ, વર્ધમાન કંપની દ્વારા આજ રોજ સવારે 10:30કલાકે થી11:00 ના સુમારે ગામ ખરચી અને ભીલવાડા ખાતે નવી આંગણવાડીના મકાનનું બાંધકામ માટે ખાતમુર્હૂત ઝઘડિયા GIDC માં આવેલ વર્ધમાન કંપની ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જસદર ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામજનો સાથે કંપની નાં અધિકારીઓ કંપનીનાં યુનિટ હેડ કે. વી.પટેલ તથા H.R. જીજ્ઞેશ પરમાર તથા કંપનીનાં સિવિલ એન્જીનીયર સંદીપ પટેલ, ભરૂચ જીલ્લાનાં પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર મહેશ પારીખ તથા સાથે ખરચી ,ભીલવાડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી.દીપકભાઈ તથા શાળાનાં શિક્ષક જોગી સાહેબ તથા ગામનાં આગેવાનોની હાજર રહ્યા હતાં વધુમાં ઉપરોકત તમામ વર્ધમાન કંપનીના અધિકારીઓ તથા શિક્ષકગણ તથા જીલ્લાના અધિકારીઓની હાજર રહી બંને ગામની નવી આંગણવાડીના મકાનનું બાંધકામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
આ નવા આંગણવાડીના મકાનનું ખાત મુહુર્ત કાર્યક્રમ દ્વારા ખરચી તેમજ ભીલવાડાનાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફરી વળી હતી અને આ વિકાસ કામ માટે વર્ધમાન કંપની અને કંપનીનાં તમામ ઉચ્ચ અધિકારીઓ નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.