
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- ઘાટોલી ગામ નજીક મોવી હાઇવે પર આઇસર ટેમ્પોએ બાઈક સવાર ને અડફેટે લેતા ત્રણના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત:
- એક જ કુટુંબ ના બે સભ્યો નું અવસાન થતાં ઘાટોલી ગામ શોકાતુર બન્યું:
- સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા દસ ફૂટ સુધી બાઈકને ઘસડી જઈ આઇસર ટેમ્પો રોડ સાઈડ ખાડામાં પલટી મારી:
ડેડીયાપાડા તાલુકા ના ઘાટોલી ગામ નજીક ડેડીયાપાડા થી મોવી હાઇવે પર આઇસર ટેમ્પો એ બાઈક સવાર ને અડફેટે લેતા બાઇક પર સવાર ત્રણ વ્યક્તિ ના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ગુરુવારની સાંજે આશરે નવ વાગ્યાના સમયે બાઈક ચાલક હિતેશ ભાઈ બજીયા વસાવા ડેડીયાપાડા થી ઘાટોલી તરફ જઈ રહ્યા હતા. તે સમયે મહારાષ્ટ્ર તરફ થી આવતી આઇસર ટેમ્પો MH18 BG 0853 ના ચાલકે હિતેશ બજીયા વસાવા ને પાછળ થી ટક્કર મારી દસ ફૂટ જેટલા ઘસડી જતા તેમની સાથે બાઈક પર સવાર વૈશાલી રમેશ વસાવા, સકુણા ચંદ્રસિંગ વસાવા આ ત્રણે ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માત ને અંજામ આપી આઈસર ટેમ્પો ચાલક ફરાર થઈ ગયા હતા .અકસ્માત ની જાણ થતા જ આસપાસ ના ખેતરમાં રહેતા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. ટેમ્પો પાસે આવી ને જોતા ત્રણે બાઈક સવાર ના મોત થઈ ગયા હતા. પરીવાર ના લોકો ભેગા થતા તેમને પોલીસ ને જાણ કરી હતી. મોડી રાત્રે મૃત્યુ પામનાર ની લાશ ને સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા માં ખસેડવામાં આવ્યા હતા. જેમાં થી હિતેશ બીજીયા વસાવા ને તેમના વતન ઘાઘર તા.નાંદોદ લઈ જઈ અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમેજ વૈશાલી રમેશ વસાવા અને શકુણા ચંદ્રસિંગ વસાવા ને ઘાટોલી મુકામે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
મૃતક ના નામ:
– હિતેશભાઈ બીજયાભાઈ વસાવા. ઉમર. રહે.ઘાઘર. તા.નાંદોદ.જી નર્મદા
– વૈશાલીબેન રમેશભાઈ વસાવા. ઉમર. રહે. ઘાંટોલી.તા ડેડીયાપાડા. જી.નર્મદા
– સકુણાબેન ચંદ્રસિંહ વસાવા. ઉંમર.રહે.ઘાંટોલી.તા ડેડીયાપાડા. જી.નર્મદા