
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ફોર્ડ કોસ્ટા ફોર વ્હીલર ગાડી માથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ક્વાટરીયા તથા ફોર વ્હીલર ગાડી તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- નો પ્રોહી.મુદામાલ પકડી પ્રોહીબીશનનો ગણાનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ:
દારૂના દુષણને ડામવા માટે શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓએ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને સર્કલ પો.ઇન્સ.શ્રી પી.પી.ચૌધરી દેડીયાપાડા સર્કલ નાઓના સીધા સુપરવીઝન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર તથા સ્ટફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન યાહા મોગી ચોક દેડીયાપાડા ખાતે આવતા પો.સ.ઈ. એ.આર.ડામોર નાઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, એક કાળા જેવા કલરની ફોર્ડ ફોર વ્હીલર ગાડીનો ચાલક ઇગ્લીશ દારૂ ભરીને સાગબારા થી દેડીયાપાડા તરફ આવે છે. જે માહિતી આધારે બે પંચોના માણસો સાથે ધામણખાડીના પુલ પાસે નાકાબંધી કરતા બાતમીં વાળી ગાડી આવતા જેને રોકતા ગાડીનો ચાલક પોતાની ગાડી ઉભી રાખી ચાલક તથા બાજુમાં બેસેલ ઇસમ નાસવા લાગેલ જે પૈકી બાજુમાં બેસેલ ઇસમને નજીકમાથી પકડી લીધેલ અને ડ્રાઇવર નાસી ગયેલ જેથી સાથેના પંચો રૂબરૂ ગાડીમાં ઝડતી તપાસ કરતા પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટના રોયલ બ્લ્યુ મેલ્ટ વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ના પ્લા.ના ક્વાટરીંયા મળી આવેલ જે એક બોક્ષમાં કુલ ૪૮/- નંગ પ્લા.ના ક્વાટરીયા લેખે કુલ-૨૦ પેટીમાં ૯૬0/- પ્લા.ના ક્વાટરીયા મળી આવતા એક પ્લા.ના ક્વાટરીયા ની કિ.રૂ.૫0/- લેખે ૯૬૦/- પ્લા.ના ક્વાટરીયા ની કિ.રૂ.૪૮૦૦૦/- તથા ફોર ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ના પ્રોહી. મુદામાલ સાથે આરોપી-પ્રવિણભાઈ દયારામભાઇ ભૌઇ રહે-ખાપર તા.અક્કલકવા જી-નંદુરબાર વાળાને પકડી નાસી જનાર વિકી રવીભાઇ સીંધે રહે-ખાપર વાળાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એ.આર.ડામોર નાઓએ હાથ ધરેલ છે.
પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજપીપલા ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન અનુસંધાને દેડીયાપાડા પોલીસ દારૂ/જુગારના દુષણને ડામવા પ્રયત્નશીલ.