
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, અંકલેશ્વર ધર્મિતકુમાર પટેલ
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીરાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારૂ પ્રોહી./જુગાર ની પ્રવૃતિ ઉપર અસરકારક પગલા લેવા સારૂ ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પોલીસ માણસોની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ હતી દરમ્યાન એલ.સી.બી ટીમને મળેલ બાતમી હકીકત આધારે અંક્લેશ્વર GIDC માં કર્માતુર ચોકડી પાસે પ્લોટ નં ૭૩૧૨/૩ ખાતે આવેલ વિશ્વાસ ફાઇબ્રો ટેક ઇન્ડસ્ટ્રીયલ ઇકવીપમેન્ટ ની ઓફીસ માં ચાલતી જુગાર ની પ્રવૃતિ બાબતે રેડ કરી પત્તા પાના થી રૂપિયાની હાર જીત નો જુગાર રમાતા કુલ-૦૩ ઇસમોને ઝડપી પાડી રોકડા રૂ.૧૮૦૦૦/- તથા જુગારના સાધનો તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ્લે રૂ.૦૨,૬૬,૦૦૦- નો મુદ્દામાલ કબ્બજે કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા મુજબ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:
(૧) પરેશભાઇ શંકરભાઇ પરમાર ઉ.વ.-૪૬ રહે-એ/૩૧૦,મીરામાધવ સોસાયટી કૌસમડી તા-અંક્લેશ્વર જી.ભરૂચ (૨) પ્રણવભાઇ કીરીટભાઇ પટેલ ઉ.વ.-૩૪ રહે-મકાન નં ૪૦૩/બી અલકાપુરી -૧ અંકલેકવર GIDC તા અંકલેકવર જી-ભરુચ
(૩) રમેશભાઈ મણીભાઇ પટેલ ઉ.વ.-૩૮ રહે. RCL-૪૮/૦૧ ૫૦૦ કવાટર્સ અંકલેશ્રવર GIDC તા-અંકલેશ્વર જી-ભરૂચ મુળા રહે-પીઠાઇ,મોટી ખડકી તા-કઠલાલ જી.ખેડા
કામગીરી કરનાર ટીમ:
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી, તથા હે.કો.પરેશભાઇ, તથા હે.કો.દિલીપભાઇ તથા પો.કો. દિલીપભાઇ,પો.કો. મેહુલભાઇ તથા પો.કો. નિમેષભાઇ એલ.સી.બી ભરૂચ.