
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા: આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાની ભાજપા સંગઠન કાર્યકર્તાઓની આહવા ખાતે બેઠકો યોજાઇ.
ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા કોઈપણ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્ષમ છે. સ્થાનિક સ્વરાજ્યની, વિધાનસભાની કે લોકસભાની કોઈ પણ ચૂંટણીમાં ભાજપાનો કાર્યકર્તા ઘરે ઘરે જઈને ભાજપાનો પ્રચાર કરીને ભાજપા તરફી વધુમાં વધુ મતદાન કરાવીને ભાજપાના ઉમેદવારનો વિજય સુનિશ્ચિત કરે છે. (શ્રી સી.આર.પાટીલ)
સંગઠિત અને સક્રિય કાર્યકર્તા ભાજપાની શક્તિ છે..શ્રી સી.આર.પાટીલ
ભાજપા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને કરેલા પ્રામાણિક પ્રયાસોના ફળસ્વરૂપે જ ૧૯૯૫થી સતત રાજ્યમાં ભાજપાની સરકાર છે અને લોકસભાની ચૂંટણીમાં સતત બે વખત આપણે તમામ ૨૬ બેઠકો જીતવામાં સફળ થયા છીએ.-શ્રી સી.આર.પાટીલ
ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા મતદારયાદીના પોતનાં બુથના પેજ ઉપર પેજપ્રમુખની જવાબદારી નિભાવી વધુમાં વધુ મતો પર ભાજપનું સમર્થન મેળવવા પરિશ્રમ કરવાની હાકલ કરતા શ્રી સી.આર.પાટીલ
આગામી સમયમાં આવનાર વિવિધ ચૂંટણીઓ અંગે વિવિધ મુદ્દે છણાવટ કરીને સંવાદ સેતુના માધ્યમથી પરામર્શ કરીને ભાજપા કાર્યકર્તાઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ
ડાંગ જિલ્લામાં દરેક કાર્યકર પેજ પ્રમુખો જવાબદારી નિભાવી પેટા ચૂંટણી જંગી બહુમત થી જીતાવે
શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ વિધાનસભા પેટા પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ
કોંગ્રેસે હંમેશા દેશના ગરીબોનો ફક્ત વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવી તેમને પણ સમાન તક મળે તે પ્રમાણેની યોજનાઓ અમલી બનાવી છે.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું પુષ્પગુચ્છ દ્વારા તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે તેમના અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા કોઈપણ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્ષમ છે. સ્થાનિક સ્વરાજ્યની, વિધાનસભાનીકે લોકસભાની કોઈ પણ ચૂંટણીમાં ભાજપાનો કાર્યકર્તા ઘરે ઘરે જઈને ભાજપાનો પ્રચાર કરીને ભાજપા તરફી વધુમાં વધુ મતદાન કરાવીને ભાજપાના ઉમેદવારનો વિજય સુનિશ્ચિત કરે છે. સંગઠિત અને સક્રિય કાર્યકર્તા ભાજપાની શક્તિ છે. ભાજપા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને કરેલા પ્રામાણિક પ્રયાસોના ફળસ્વરૂપે જ ૧૯૯૫થી સતત રાજ્યમાં ભાજપાની સરકાર છે અને લોકસભાની ચૂંટણીમાં સતત બે વખત આપણે તમામ ૨૬ બેઠકો જીતવામાં સફળ થયા છીએ.
શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા મતદારયાદીના પોતનાં બુથના પેજ ઉપર પેજપ્રમુખની જવાબદારી નિભાવી વધુમાં વધુ મતો પર ભાજપનું સમર્થન મેળવવા પરિશ્રમ કરે. પેજથી બુથ પર, બુથથી મંડલ, મંડલથી જિલ્લા અને જિલ્લાથી વિસ્તારની વિધાનસભા બેઠકો પર વિજય નિશ્ચિત કરી આગામી વિધાનસભા પેટા ચૂંટણીમાં 8 બેઠકમાં આપણે ઐતિહાસિક વિજય મેળવવામાં અવશ્ય સફળ થઈશું.
શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાનો પ્રત્યેક કાર્યકર રાજકીય કાર્યકર્તા તરીકેની જવાબદારી ઉપરાંત એક સામાજિક કાર્યકરની જવાબદારી પણ હંમેશાથી નિભાવતો આવ્યો છે. ભાજપાના દરેક કાર્યકર્તા દ્વારા કેંદ્ર તેમજ રાજ્યની ભાજપા સરકારની લોકોપયોગી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાની તેમણે હિમાયત કરી હતી.
શ્રી પાટીલે આગામી સમયમાં આવનાર વિવિધ ચૂંટણીઓ અંગે વિવિધ મુદ્દે છણાવટ કરીને સંવાદ સેતુના માધ્યમથી પરામર્શ કરીને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખી, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના એકાત્મ માનવતાવાદ, વસુધૈવ કુટુંબકમના ભાવથી સદાય જન જનની પડખે ઉભો રહે છે. કોંગ્રેસે હંમેશા દેશના ગરીબોનો ફક્ત વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવી તેમને પણ સમાન તક મળે તે પ્રમાણેની યોજનાઓ અમલી બનાવી છે. શ્રી ભાર્ગવભાઈ ભટ્ટે વિવિધ સંગઠનાત્મક મુદ્દે છણાવટ કરીને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ,કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,મંત્રી ઈશ્વરભાઈ પરમાર,ડાંગ જિલ્લા ચૂંટણી પ્રભારી પુરણેશભાઈ મોદી, સાંસદ ડો કેસી પટેલ ધારાસભ્યશ્રી ઝંખનાબેન,મુકેશભાઈ પટેલ,મોહનભાઇ ધોડિયા,ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, જિલ્લા સંગઠનના વિસ્તારક અશોકભાઈ ધોરજીયા,કરશનભાઇ પટેલ, ધારાસભ્ય ઉમેદવાર વિજયભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ, માજી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,દિલીપભાઈ ચૌધરી,આઇટી સેલ ગીરીશભાઇ મોદી,યુવા સંજય પાટીલ,હરિરામ સાવંત,મહિલા મોરચા,સહિતચૂંટાયેલા સભ્યો, ત્રણ મહામંત્રીઓ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો સહિત અપેક્ષિત શ્રેણીના ભાજપાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.