શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
વાલિયા: ભરૂચ જિલ્લાના વાલિયા બજારમાં રખડતી ગાયો, પશુઓનો ત્રાસ વધ્યો છે તો રખડતી ગાયો, પશુઓને લઈને રોજ બરોજનાં બનાવો બનવા છતાં સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિદ્રા માં હોય તેવું હાલતો લાગી રહ્યુ છે, વાલિયામાં રહેતા દુકાનદારો, લારી- ગલ્લા વાળા વેપારીઓ, સ્થાનિક રહીશો તથા બજારમાં આવતા જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, કેટલાક દિવસોથી બજાર વિસ્તાર તથા ગામમાં રખડતી ગાયો દ્વારા સ્થાનીકોને ઈજાઓ પણ પહોંચી હતી, ગાયો, આખલા અને પશુઓનાં ઝઘડામાં લોકોના લારી ગલ્લા, વાહનોનો ભોગ લેવાય છે, અનેક અકસ્માતોમાં લોકોને ગંભીર ઈજાના રોજે રોજ બનાવો બની રહ્યા છે. પરંતુ સત્તાધીશો પોતાની એસી કચેરીઓમાંથી જાણે બહાર નીકળતા ન હોય તેમ લોકોની પીડા તેઓને દેખાતી નથી.
વાલિયાનાં સ્થાનિક રહીશો દ્વારા પંચાયતમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ પણ જાતની એક્શન લેવામાં આવતી નથી, વાલિયા બજારમાં રખડતા પશુઓ લોકો નાં માથાનો દુખાવો બની ગયા છેઃ શુ પશુ નાં માલિકો તંત્ર ને ગાંઠતા નથી? પશુઓ પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવાની માંગ ઉઠી છેઃ બજારમાં રખડતા ઢોરનો ત્રાસ હદ બહાર વટાવી ગયો છે, ઢોરના કારણે લોકોના જીવ ગયા હોવા છતાં અને બજારમાં રખડતા ઢોર રોજે રોજ અનેક લોકો અને વાહનોને હડફેટે લેતા હોવા છતાં પણ સ્થાનિક સત્તાધીશોના પેટનું પાણી હલી રહ્યું નથી, શું પ્રશાસન કોઈની જાન જાય તેની રાહ જોઈ રહી છે?
વાલિયાનાં બજારમાં વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચ્ચેવચ રખડતી ગાયો અડીંગો જમાવી ને બેસે છે, તો કેટલીક વાર તો એક બીજા સાથે ખાબકતા વાહનો ઉપર જઇ પડે છે, તો વાહન ચાલકોને મોટી નુકાશાની વેઠવાનો વારો આવે છે, અને વાહન ચાલકોને શરીરે ઇજાઓ પોહચે છે તો અવર નવર પંચાયતમાં રજુઆતો કરવા છતાં પણ સ્થાનિક તંત્રની ઉંઘ ઉડતી નથી જેથી હાલતો જાણે સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થાય છે તો સ્થાનિક
રહીશો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા સ્થાનિક તંત્રને કાંઈજ ફરક પડ્યો નથી તો બીજીબાજુ કોઇ જાનહાની થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલતો લાગી રહ્યું છે.