શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
જિલ્લામા આજ દિન સુધી RTPCR ટેસ્ટમાં ૬૦૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૫૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪૫ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૧૧૦ થઈ:
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮ દરદીઓને આજે રજા અપાઈ:
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૮ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૭ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૨૫ દરદીઓ સહિત કુલ-૫૦ દરદીઓ સારવાર હેઠળ:
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૨,૧૭૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૯૮ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર:
રાજપીપલા, શુક્રવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૬ મી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ દરદીઅો સહિત કુલ-૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૬૦૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૫૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪૫ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૧૧૦ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૫૪૫ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫૦૪ દરદીઓ સહિત કુલ-૧૦૪૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૨૫ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૮ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૭ દરદીઓ સહિત કુલ-૫૦ દરદીઓ સારવાર હેઠળ છે.
આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૧૦ સહિત કુલ-૫૫૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૬ મી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૨,૧૭૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૩૧ દરદીઓ, તાવના ૨૬ દરદીઓ, ઝાડાના ૪૧ દરદીઓ સહિત કુલ-૯૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૮૩,૪૦૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૮૫,૮૮૭ લોકોને વિતરણ કરાઇ છે.