
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જીલ્લા મથક વ્યારા નગરમાં કોરોના વાયરસ( કોવિડ-૧૯) ના કડક પાલન માટે તંત્રનુ અભિયાન દંડનાત્મક કાર્યવાહી સાથે બે દુકાનો સીલ કરવામાં આવી હતી:
તાપી; વ્યારા: તંત્ર દ્વારા કોરોના વાયરસ( કોવિડ-૧૯) ની મહામારીની ગાઈડલાઈનની વારંવાર સુચનાઓ આપવા છતાં તેનું પાલન ના કરનારા સામે તંત્રએ લાલ આંખ કરી હતી.
ગત રોજ તારીખ 29/ 9/ 2020 ને મંગળવારે વ્યારા નગરપાલિકા, મામલતદાર શ્રી ઓ તથા પોલીસ વિભાગ દ્વારા એક ટીમ બનાવી હાલમાં આખા વિશ્વમાં કોરોના વાયરસ( કોવિડ-૧૯) ની મહામારી ને ધ્યાને રાખી સરકાર દ્વારા વખતોવખત ના કોરોના વાયરસ( કોવિડ-૧૯) ના સાવચેતીના પગલા રૂપે બહાર પાડવામાં આવતી ગાઈડલાઈન ને અનુસરવા માટે અને તેનું પાલન કરવા માટે વ્યારા નગરના મેઇન રોડ પર દબાણ કરતા તેમની દુકાનની બહાર લગાવવામાં આવેલ માલ સામાન નુ દબાણ તેમજ સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક નો ઉપયોગ વગેરે કામો હાથ ધરવામાં આવેલ. જેમાં સદર વિસ્તારમાં દુકાનની બહાર લગાવવામાં આવેલ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો..જાહેર રસ્તા પર પાર્કિંગ ના કામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી તથા સોશ્યલ ડિસ્ટન્સ અને હોમ ક્વોરોન્ટાઈન નિયમો ભંગ ના કારણે તંત્ર દ્વારા બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું;
(1) સીડી કલેક્શન મોબાઈલ વ્યારા.
(2) સુરેશ કુમાર એન્ડ બ્રધર્સ કાપડ બજાર વ્યારા. આ બે દુકાનો સીલ કરવામાં આવી.
દંડની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે
તંત્ર દ્વારા લેવામાં આવેલ આવા કડક પગલાથી કોરોના વાયરસ( કોવિડ-૧૯) ગાઈડલાઈનનુ પાલન ન કરનાર વેપારીઓંમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.