શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આવેદન માં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડુત વિરોધ બિલ (ખેડુત વિરોધી કાયદા) ને રદ કરવામાં આવે.૨. દેડીયાપાડા તાલુકાના તમામ ખેડુતોની સમસ્યા ઓ વિશે જેમ કે ઊભા પાક નુકસાન થયા છે. તેનું વળતર આપવામાં આવે. આદિવાસી ખેડૂતો ને વેપારીઓ થકી લુંટવામાં આવે છે.તો APMC કાયમ ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવ ખેડૂતોને આપવામાં આવે ૩. આદિવાસી લોકો ને બેન્કો થકી હેરાન કરવામાં આવે છે. મોટી મોટી લાઇનો માં આખો દિવસઉભા રહેવામાં આવે છે. તો તાત્કાલિક ધોરણે વ્યવસ્થા લોકહિત માટે ઉપલબ્ધ કરવામાં આવે જેવી માંગણી સાથે આવેદન આપવા આવ્યું.