મારું ગામ મારાં ન્યુઝ

જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,નર્મદા સર્જન વસાવા

નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર યોજવામાં આવ્યો હતો.

રાજપીપલા, નર્મદા: મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે આજે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સંદર્ભે વેબીનાર યોજાયે હતો.

જિલ્લા બાગાયત નિયામકશ્રી એન.વી.પટેલે કિચન ગાર્ડન એટલે શું ? કિચન ગાર્ડન કેમ કરવું જોઇએ, કિચન ગાર્ડનમાં બાગાયત પાક કયા વાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ ખેડૂતોને પૂરી પાડી હતી. તેની સાથોસાથ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે કિચન ગાર્ડન-ટેરેસી ગાર્ડનની માંગ, કિચન ગાર્ડનના ફાયદાઓ, કિચન ગાર્ડનમાં ઉપયોગી બિયારણો, ખાતરો, ઋતુ મુજબ લેવાના શાકભાજી પાકો, ફુલ પાકો સહિત સરકારશ્રીની અન્ય યોજનાકીય અંગેની જાણકારી જિલ્લા મદદનીશ બાગાયત નિયામક અને બાગાયત અધિકારીશ્રીઓ દ્રારા પૂરી પાડી હતી.

ગુજરાત સરકારશ્રીના બાયસેગ સ્ટુડિયો મારફતે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ દર સોમવારે અને મંગળવારે પ્રસારિત કરવામાં આવે છે, જેમાં આજે ધાત્રીમાતા તથા કિશોરીઓએ માસિક સ્ત્રાવ અને તે દરમિયાન વ્યકિતગત સ્વચ્છતા માટેની પધ્ધતિઓ વિષય પર ટીવી ચેનલ વંદે ગુજરાત-૧ પર, મોબાઇલમાં જીઓ એપ મારફતે ચેનલ વંદે ગુજરાત-૧ પર અને WCD gujrat ફેશબુક પેજ પર પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત જીવંત પ્રસારણ પણ નિહાળ્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है