
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા બ્યુરો ચીફ: નિતેશ, પત્રકાર: પ્રકાશ વસાવા
સાગબારા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.૧૪/૯/૨૦૨૦સપ્ટેમ્બર થી લઈ ને તા.૨૦/૯/૨૦૨૦ સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ કાયૅક્રમની ઉજવણી કરવા આવી હતી, વિશ્વના લોકપ્રિય નેતા, ગરીબ, વંચિત, દલિત,આદિવાસી અને ખેડૂતોના હિતેચ્છું અને ઉદ્વારકના રૂપમાં કાયૅ કરવાવાળા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૧૭ મી સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે, ત્યારે સાગબારા તાલુકાના ભારતીય જનતા પાર્ટી વતી તા ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સેવા સપ્તાહ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, આ કાર્યક્રમોમાં સાગબારા સિવિલ હોસ્પિટલ ખાતે સુવાવડ મહિલાઓ, બાળકો અને દર્દીઓને ફ્રુટ તેમજ બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ તાલુકાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેટના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, સાગબારા તાલુકાના સેલંબા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયા હતા, આ પ્રસંગે જીલ્લા મહામંત્રી મનજીભાઈ એસ વસાવા, આદિજાતી.પ્ર.પ્રમુખ મોતીભાઈ.પી.વસાવા,સાગબારા બી.જે.પી પ્રમુખ મોતીભાઈ, મહામંત્રી દિનેશભાઈ વસાવા ,અમીતભાઈ.તા.પં .સદસ્ય તારસિગભાઈ, ફુલસિગભાઈ ,તેમજ પાર્ટીના આગેવાન ગુલાબસિગભાઈ ,રવિદાસભાઈ,છગનભાઈ,ગૂંજનબેન, નરેન્દ્ર ભાઈ એલ વસાવા કમલેષભાઈ ઇશ્વરભાઇ તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ લુહાર,સાગબારા યુવા મોરચાના પ્રમુખ નિલેષભાઈ વસાવા જિ .મહામંત્રી રોહનભાઈ વસાવા .દિલીપભાઈ.ડી વસાવા ,મહેન્દ્ર.એમ .વસાવા તેમજ સાઞબારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વડિલો તેમજ નવયુવાનો દ્વારા આ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું