બ્રેકીંગ ન્યુઝ

કનબુડી ખાતે થી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

નર્મદા જીલ્લાના કનબુડી ખાતે થી છ સદીઓ થી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા,

દેડિયાપાડા તાલુકા ના કનબુડી ખાતે પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા ના ખેતર બાજુમાં કલાત્મક પ્રતિકૃતિઓ મળતા પુરાતત્વ વિભાગ ને જાણ કરાઇ:

શિલાસતંભો ઉપર સંવંત 1451 લખેલુ નજરે પડતા અવશેષો બદીઓને પુરાણા હોવાની સાબિતી,

નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના કનબુડી ખાતે થી છ સદીઓ થી પણ પુરાણા સ્થાપત્ય કલા ના શિલાસતંભો ના અવશેષો મળી આવ્યા હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા એ જાણકારી પ્રદાન કરી છે.

રાજ્ય સરકાર ના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા એ પોતાના સોશીયલ મિડીયા મા ફેસબુક ઉપર માહિતી પ્રદાન કરતા જણાવેલ છે કે તેઓ ના ખેતર કે જે નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના કનબુડી ખાતે આવેલ છે તેની
નજીકથી સવંત ૧૪૫૧ વર્ષ લખેલા પુરાણાં ત્રણ શિલાસ્થંભ આવેલ છે જે છ સદીઓ થી પણ પુરાણા છે. જેમાં “વસાવા કાનુપાલ કલા વિવાહ” જેવું છિછરૂ વંચાણ દેખાય છે. આવા ૩ સ્થંભ છે જેમા આદિવાસી સંસ્કૃતિ ની ઝલક દેખાય છે.

સ્થંભ ૧ ઉપર ઘોડેસવાર છે તેની નીચે આદિવાસી પહેરવેશ માં તલવાર અને ઢાલ સાથે ત્રણ યુવાનો ઉભા છે..
સ્થંભ ૨ ઉપર એક જંગલી જાનવર માણસ ઉપર હુમલો કરતા ઘોડેસવાર એ જંગલી જાનવર ને ભાલા થી મારી તે માણસ ને બચાવવા નો પ્રયત્ન કરે છે..તેની નીચે આદિવાસી પહેરવેશ માં ત્રણ યુવતીઓ ઉભી છે.. ઉપરના ભાગમાં સુરજ અને તિથિ પ્રમાણે ચંદ્ર ની પ્રતિકૃતિ દેખાય છે.. સ્થંભ ૩ જે ખંડિત થયેલ છે તેમાં ઘોડેસવાર અને નીચે ના ભાગ માં ગાય અને વાછરડાની પ્રતિકૃતિ છે..

દરેક શિલાસ્થંભનું પોતાનુ મહત્વ હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા એ ફેસબુક ઉપર અનુમાન લગાવી વર્ણન કર્યું છે…આ શિલાસ્થંભની જાણ પુરાતત્વ વિભાગ ને પત્ર દ્વારા પૂર્વ વનમંત્રી એ કરેલ છે.

નર્મદા જીલ્લો આદિવાસી બહુમતી ધરાવતો ઐતિહાસિક ધટનાઓની સાક્ષી રુપ હોયને આ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતો અવશેષો મળી આવતા પુરાતત્વ વિભાગ હવે તપાસ કરી સત્ય અને ઐતિહાસિક મહત્વ ને વધુ ઉજાગર કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है