
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘના હોદ્દેદારોની વન અને પર્યાવરણ મંત્રીશ્રી સાથે મુલાકાત:
ગુજરાત રાજ્યમાં અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની કમિટીનું ગઠન અગાઉ થઇ ગયું છે આજે શૈક્ષીક મહાસંઘ ખૂબ મજબૂતાઈથી શિક્ષકોના પ્રશ્નોને લઈને ખૂબ જ માઇક્રો પ્લાનિંગ કરીને રાજ્ય સરકાર સમક્ષ રજુઆતો કરીને મક્કમ પણે આગળ વધી રહ્યું છે,
આજે વન અને પર્યાવરણ,આદિજાતિ,બાળ અને મહિલા વિકાસ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાજી ડાંગની મુલાકાતે આવેલ ત્યારે ડાંગ જિલ્લા અખિલ ભારતીય શિક્ષક મહાસંઘના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઇ મહાલા,જિલ્લા ઉપાધ્યક્ષ ઉર્વીશકુમાર સોલંકી,જિલ્લા મહામંત્રી અનિલભાઈ વાઘ,જિલ્લા મંત્રી વિનોદભાઈ ભોયેએ ડાંગ જિલ્લાના શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને માનનીય મંત્રીશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ડાંગ જેવા કુદરતના આશીર્વાદ સમાન જિલ્લો કે જ્યાં શિક્ષકોને ગુરુજી કહેવામાં આવે છે જ્યાં પ્રજાનો આટલો આદર મળતો હોય એવા જિલ્લાના બાળકો માટેના શિક્ષકોના મહત્વના યોગદાન માટે મંત્રીશ્રીએ જીલ્લાનાં દરેક શિક્ષકો પર અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો ડાંગ જિલ્લાના શિક્ષકોના પ્રશ્ને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને દરેક ક્ષેત્રે સહકાર આપવાની બાંહેધરી આપી હતી.અને શૈક્ષીક મહા સંઘને શુભેચ્છા પાઠવી હતી. ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાના શૈક્ષીક મહાસંઘના હોદ્દેદારૉની પસંદગી પણ કરવામાં આવી છે, જેમાં આહવા તાલુકામાં અધ્યક્ષ તરીકે મધુભાઈ ગાયકવાડ, મહામંત્રી તરીકે હરિભાઈ ચૌધરી, સુબીર તાલુકામાં અધ્યક્ષ તરીકે લક્ષ્મણભાઇ કાનડે અને મહામંત્રી તરીકે અરવિંદભાઈ ગામીત અને વઘઈ તાલુકામાં અધ્યક્ષ તરીકે કિરણભાઈ પટેલ અને મહામંત્રી તરીકે અજીતભાઈ ગાવિતની પસંદગી કરવામાં આવી છે.