શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ ઉમા મંગલ હોલ ખાતે રક્તદાન શિબિર અગામી તારીખ ૭ ના શુક્રવારના દિને સવારે ૯.૪૫ કલાકે ઉમાં મંગલ હોલ કામરેજ ચાર રસ્તા ખાતે યોજાનાર છે. જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે આપ્યો જાહેર જનતા જોગ સંદેશ:
કારોના કહેર વચ્ચે અને સાંપ્રત સમયને ધ્યાનમાં લેતાં રક્તદાન કરીને સમાજ કે લોકો માટે ઉપયોગી થવાની સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સેવાયજ્ઞની મહાન તક!
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી, તેમજ મસ્કતી હોસ્પિટલ સુરત ના સંયુક્ત ઉપક્રમે અગામી તારીખ ૭ ના શુક્રવાર ના સવારે ૯.૪૫ કલાકે ઉમાં મંગલ હોલ કામરેજ ચાર રસ્તા મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે આ કેમ્પ મા ર્ડો ટી.એસ. જોષી (નિયામકશ્રી,GCERT ગાંધીનગર )રાજ્ય સંઘ ના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત DDO એચ.કે. કોયા, હાજર રહેશે તેથા ર્ડો. વિનોદભાઈ રાવ સોસીયલ મીડિયાનાં માઘ્યમથી વિડિઓ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપશે તો આ શિબિરનો વધુ મા વધુ લાભ લેવા સુરતનાં DEO એચ. એચ. રાજ્ય ગુરુ, જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું છે.