
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા, સાગબારા બ્યુરો ચીફ નીતેશભાઈ
કોરોના કહેર આખી દુનીયામાં ચાલી રહ્યો છે તે વચ્ચે નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકાનાં નાની પરોઢી ગામે ખેડૂત પરિવારમાં આસમાન પર થી પડી આફત કે બે દુધાળા પશુધન નજર આગળ ખતમ: પરિવાર પર આકાશથી આવી આર્થિક રીતે પાયમાલ કરતી આફત? આ સમગ્ર ઘટના દ્વારા પરિવારમાં પર્વ્રતી શોકની લાગણીઓ! અન્ય કોઈ બીજી જાનહાની થવા પામી નથીઃ
નર્મદા: સાગબારા તાલુકાના નાની પરોઢી ગામે ગત રોજ સાંજે ૭:૩૦ કલાકે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથે આસમાન થી વીજળી પડતાં બે ભેંસોના કરૂણ મોત થયા હતા, ગઈ કાલે સાંજે નાની પરોઢી ગામના વસાવા મધુકર હોનજીભાઈ ભેંસોને ખેતરે થી ચારીને ઘરે લઈ આવી બાંધ્યા હતા અને સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ આકાશ માંથી અચાનક વીજળી પડતાં એક સાત મહિનાની ગાભણ ભેંસ અને એક લગભગ સાત લિટર દૂધ આપતી ભેંસનું મોત થયું હતુ. આ કોરોના મહામારી માં પરિવાર પર એક વધારાની કુદરતી આફ્ત આવી પડી હતી, આમ અચાનક પરિવાર પર આકાશથી આવી પડી આર્થિક રીતે પાયમાલ કરતી આફત: નજીકના પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરવામાં આવી. સમગ્ર ઘટનાની કરવામાં આવી પોલિસને જાણ પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને પશુપાલન અધિકારી/ડોક્ટરની હાજરીમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. સદર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા નાની પરોઢી ગામના વસાવા મધુકર હોનજીભાઈ પર આફત આવી પડેલ.. સદર કુદરતી આફતનો ભોગ બનનાર ખેડૂતને યોગ્ય વળતરનો લાભ જલ્દીથી મળે તે હવે આદિવાસી ખેડૂત પરિવાર માટે ઘણુંખરું અગત્યનું બની રહશે.