
શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
સુરતની મહિલા આઇ.ટી.આઈ.માં ઓગષ્ટ-૨૦૨૦ માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ: વિવિધ વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવવા તા.૨૦ ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે;
ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સ્વ નિર્ભર બનાવવાના ભાગરૂપ મહિલાઓને વિનામુલ્યે વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ આપી સ્વનિર્ભર બનાવતી સુરત જિલ્લાની સરકારી મહિલા આઇ.ટી.આઇ, ભીમરાડ ખાતે ચાલતા જુદા-જુદા વ્યવસાયલક્ષી કોર્સ જેવા કે, કોમ્યુટર ઓપરેટર & પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, ઈન્ટીરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઈન, ફેશન ડિઝાઈન એન્ડ ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોસ્મેટોલોજી(બ્યુટી પાર્લર) વગેરેમાંનાં કોર્ષ માં પ્રવેશ મેળવવા ચાલુ સત્ર ઓગસ્ટ-૨૦૨૦ ની સંસ્થા પરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ તાલીમ કોર્સનો સમયગાળો ૦૧ વર્ષનો રહેશે. જેમાં એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૮/૨૦૨૦ છે. આ અંગે વધુ માહિતી માટે સુરત ખાતેની સરકારી આઈ.ટી.આઈ., પોલીસ ચેકપોસ્ટની સામે, ભીમરાડ, સુરતનો સંપર્ક સાધવાનો રહેશે સદર બાબત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) સુરત દ્વારા જણાવાયું છે તેમ આઈ.ટીઆઈ.ના આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે.