
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા આજે ડાંગની શાળા/કોલેજોમાં રજા જાહેર કરાઈ:
છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ જિલ્લામાં નોંધાયો સરેરાશ 198 મી.મી. વરસાદ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લાની તમામ શાળા/કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ડાંગ કલેક્ટર શ્રી એન.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર બારીક નજર રાખી રહ્યું છે. દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે આજે એટલે કે તા.૨૩/૭/૨૦૨૬ ના રોજ શાળા/કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદને કારણે જિલ્લાની નદીઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક જોતા, પ્રજાજનોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર હેઠવાસના જિલ્લાઓ સાથે પણ સતત સંપર્ક છે.



