શિક્ષણ-કેરિયર

ડાંગ જિલ્લાની તાલુકા પ્રાથમિક શાળા આહવા ખાતેથી “શાળા સલામતી સપ્તાહ ૨૦૨૬” નો પ્રારંભ કરાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાની તાલુકા પ્રાથમિક શાળા આહવા ખાતેથી “શાળા સલામતી સપ્તાહ ૨૦૨૬” નો પ્રારંભ કરાયો:

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે, કલેક્ટરશ્રી ડાંગના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ તાલુકા પ્રાથમિક શાળા આહવા ખાતે થી જિલ્લા કક્ષાના “શાળા સલામતી સપ્તાહ ૨૦૨૬” ની શરૂઆત કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર, બાયસેગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વંદેગુજરાત ચેનલ ૧ પર જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ, અધિક મુખ્ય કારોબારી અધિકારીશ્રી તેમજ નિયામકશ્રી દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંગેનું મહત્વ સમજાવતા વિવિધ પ્રકારની આપત્તિઓ ને પહોંચી વળવા માટે શાળાના બાળકો,શિક્ષક અને સ્ટાફ તેમજ વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

“શાળા સલામતી સપ્તાહ ૨૦૨૬” અંતર્ગત ડાંગ જિલ્લાની સરકારી પ્રાથમિક તાલુકા શાળા આહવા ખાતે જિલ્લા કક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મામલતદાર ડિઝાસ્ટરશ્રી, જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રી, ડિ.પી.ઓશ્રી-ડિઝાસ્ટર તેમજ શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહી કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૦૮ ઇમર્જન્સી ટીમ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાઇટી દ્વારા શાળામાં બનતી દુર્ઘટનાઓ સમયે બચાવ કામગીરી પ્રાથમિક સારવાર , ફાયર સેફ્ટી અંગેનું પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, “શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત તારીખ ૨૭/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૧/૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, આગ, વાવાઝોડું, ભૂકંપ જેવા આપત્તિ અંગેની માહિતી તેમજ આપત્તિ સમયે પહેલા અને આપત્તિ બાદ શું કરવું! અને શું ના કરવું! તે વિશે શાળાના બાળકો ને શિક્ષકો દ્વારા સમાજ આપવામાં આવશે.

ડાંગ જિલ્લા ખાતે પસંદ કરાયેલી કુલ ૫૬ જેટલી શાળાઓમાં મેઘા ઇવેન્ટ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા શોધ અને બચાવ કાર્ય, ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર અંગેની તાલીમો તેમજ ડેમોસ્ટ્રેશન , રોડ સેફટી જાન-જાગૃતી કાર્યક્રમ તેમજ ડિઝાસ્ટ શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર ડેમોસ્ટ્રેશન વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ શાળાના સંવેદનશીલ વિદ્યાર્થીને , શિક્ષકો તેમજ વાલીઓને તાલીમબદ્ધ કરવા તેમજ તેમની ક્ષમતામાં વધારો કરવાનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है