
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા; ડાંગ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે, સને ૨૦૨૦/૨૧ના વર્ષ માટે બાગાયત ખાતા હસ્તકની HRT-2 યોજના હેઠળ ફળ અને શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે, નાના વેચાણકારોને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના અમલ હેઠળ છે.
ડાંગનાં જિલ્લા બાગાયત અધિકારીશ્રી તુષાર ગામીત તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ડાંગ જિલ્લાના ખેડૂતો અને ફૂટપાથ પર બેસીને વેચાણ કરતાં નાનાં વેપારીઓએ તા.૧૫/૮/૨૦૨૦ સુધી આઈ.ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહશે. જેથી રસ ધરાવતા ખેડૂતોને નિયત સમય મર્યાદામાં અરજી સાથે જરૂરી સાધનિક કાગળો, અને આધાર કાર્ડ સાથે મદદનીશ બાગાયત નિયામક, આહવા-ડાંગની કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું છે.