
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, 24×7 વેબ પોર્ટલ
મીંઢાબારી ગામે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું :
કમલેશ ગાવિત, વાંસદા : 24 ડિસેમ્બરે મીંઢાબારી ગામે સીયારામ સ્ટેડિયમમાં નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું મનીષાબેન સરપંચશ્રીના વરદ હસ્તે ઉદ્ધાઘાટન કરાયું.
જેમાં બુધવારના રોજ સાંજે 9 કલાકે યુવાનો અને ગામના આગેવાનો, ગામના સરપંચશ્રી મનીષાબેન મહેશભાઈ ચવધરી અને માજી સરપંચ શ્રીઓ દ્વારા આયોજન કરી રીબીન કાપી ટુર્નામેન્ટની શરૂઆત કરાઈહતી. યુવાનોને પ્રોત્સાહિત ઇનામો અને ટ્રોફી આપવા ટિમોના ખેલાડીઓ ગામના તથા આજુબાજુ ગામોના ઉત્સાહિત યુવા ખેલાડીઓ હાજર રહ્યા હતાં. માજી સરપંચશ્રીઓમાં શિવલાલ ગાંવિત, લાલજીભાઈ પવાર, મીંઢાબારી ગામના આગેવાનોમાં મહેશભાઈ ચવધરી, અને તમામ મીંઢાબારી ગામના યુવાનો ખુબ મોટી સંખ્યામાં સીયારામ સ્ટેડિયમમાં હાજર રહી ટેનિસ ક્રિકેટની શરૂઆત કરાવી હતી.



