
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગમાં મહાલના જંગલમાં દીપડીએ ૭ વર્ષના માસૂમ બાળકનો શિકાર કર્યો :
પ્રદીપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જીલ્લાના ઉત્તર વન વિભાગ હેઠળની બરડીપાડા રેન્જમાં હૃદય કંપાવતી ઘટના બની છે, મહાલના જંગલ વિસ્તારમાં દીપડી એ સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો છે.
મળતી માહિતી મુજબ, મહાલ ગામનો રિતેકભાઈ જિતેરામભાઈ ધુલુમ (ઉમર વર્ષ-૭) નામનો બાળક તેના દાદી અંતુબેન સાથે પશુઓ ચરાવવા જંગલ નજીકના ખેતરમાં ગયો હતો. રિતેકના માતા-પિતા સુગર ફેક્ટરીમાં મજૂરી કામે ગયા હોવાથી તે તેના દાદીના આશ્રય હેઠળ હતો. બપોરે આશરે બે વાગ્યાના સુમારે પોતાના બચ્ચા સાથે નીકળેલ દીપડીએ અચાનક દાદી અને બાળક પર હુમલો કરી દીધો હતો. દીપડીએ રિતેકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોતને ભેટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતા જ બરડીપાડા રેંજનાં આર.એફ.ઓ. ડી.એસ. હળપતિ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.


