
ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ૨૦મી સદીના મહાન વિદ્વાન અને શિક્ષક ડૉ. એસ. રાધાકૃષ્ણનની જન્મજયંતી ની ઉજવણી અંતર્ગત દેશ વાસીઓને “શિક્ષક દિવસ” ની સૌને શુભેચ્છાઓ પાઠવી:
નવીદિલ્હી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર સૌને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે શિક્ષકોનું મનનું પાલનપોષણ કરવા પ્રત્યેનું સમર્પણ એક મજબૂત અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “આપણે પ્રખ્યાત વિદ્વાન અને શિક્ષક ડૉ. એસ. રાધાકૃષ્ણનના જીવન અને વિચારોને પણ તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શિક્ષકદિવસ પર બધાને, ખાસ કરીને બધા મહેનતુ શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ! શિક્ષકોનું મનનું પાલનપોષણ કરવા પ્રત્યેનું સમર્પણ એક મજબૂત અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. તેમની પ્રતિબદ્ધતા અને કરુણા નોંધપાત્ર છે. આપણે પ્રખ્યાત વિદ્વાન અને શિક્ષક ડૉ. એસ. રાધાકૃષ્ણનના જીવન અને વિચારોને પણ તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ.”