
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા તાલુકાના જાખાના ગામની ૩૪ વર્ષીય યુવતી ગુમ થઇ:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમા સમાવિષ્ટ જાખાના ગામની ૩૪ વર્ષીય યુવતી ગુમ થયેલ છે.
ગુમ થનાર નામે ઇઠાબેન મિથુનભાઇ ગાયકવાડ ઉંમર ૩૪ વર્ષ છે. દેખાવે શ્યામ વર્ણ, મધ્યમ બાંધો, ચહેરો ગોળ, જેના શરીરે જાંબલી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેઓ ગુજરાતી ભાષાના જાણકાર છે. ઇઠાબેન જેઓ જાખાના ગામના બસ સ્ટેશન ઉપરથી વઘઇ- નાશીક સરકારી બસમાં બેસી ક્યાંક ચાલી ગઇ ગુમ થઇ ગઇ હોય તે બાબતે તેઓના પતિ મિથુનભાઇ દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉક્ત વર્ણનવાળી યુવતી જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં મળે તો, આહવાના પોલીસ કંટ્રોલ રૂમ.૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલિસ સ્ટેશનનો ૦૨૬૩૧-૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.