મારું ગામ મારાં ન્યુઝ

ટ્રાયબલ મહોત્સવમાં હાથાકુંડીના કોટવાળિયા દંપતીએ એવોર્ડ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું:

હાથાકુંડી ગામના કોટવાળીયા પરિવારે વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવી આદિવાસી પરંપરાગત હસ્તકલાને જીવંત રાખી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ટ્રાયબલ મહોત્સવમાં હાથાકુંડીના કોટવાળિયા દંપતીએ એવોર્ડ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું:

હાથાકુંડી ગામના કોટવાળીયા પરિવારે વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવી આદિવાસી પરંપરાગત હસ્તકલાને જીવંત રાખી:

સર્જન વસાવા, ભરૂચ: નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કોટવાળિયા પરિવારો વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવવાની હસ્તક્લા ને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજીત ટ્રાયબલ મહોત્સવમાં હાથાકુંડીના દંપતીએ બે એવોર્ડ મેળવીને ગૌરવ વધાર્યું છે.

મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ન્યુ દિલ્હીમાં આદિ મહોત્સવનું આયોજન16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ ની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ ટ્રાયબલ નેશનલ ફેસ્ટિવલમાં આખા ભારત દેશ માંથી 28 રાજ્યોના હસ્ત કલાકારોએ ભાગ લીધો હતો. એમાં સૌ પ્રથમ ગુજરાતના બામ્બુ હેન્ડીક્રાફ્ટ હસ્ત ક્લાકાર વજીર કોટવાળીયા અને સુરતા કોટવાળીયા સાથે એમના સ્ટોલ પર પાંચ મિનિટ સુધી બાંબુ હસ્તકલા વિશે અનુભવ કરાવ્યો હતો. આ ફેસ્ટિવલમાં દેશ માંથી આવેલા અલગ અલગ કલાકારો પોતાના હાથથી બનાવેલી વસ્તુઓ સહિત વ્યંજન લઈએ આવ્યા હતા. ગુજરાત તરફથી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નાનકડા હાથાકુંડી ગામના કોટવાળિયા સમાજના વજીરભાઈ કોટવાળીયાએ બામ્બુ અને ટ્રાયબલ ફૂટ આદિ વ્યંજનો ખોરાકમાં એમના પત્ની સુરતાબેન કોટવાળીયાએ ભાગ લીધો હતો. વજીરભાઈ કોટવાળિયાને પ્રથમ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને સુરતાબેનને નેશનલ થર્ડ એવોર્ડ થી ટ્રાઇફેડના એમડી એ સન્માનિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है