
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાની ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી રદ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે. ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી વી.એન.માવાણી તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આહવા તાલુકાની (૧) શ્રી મહિલા ઇસદર ચૌક્યા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., નોંધણી નંબર – ૩૮૦૧૯ (૨) શ્રી મહિલા કુતરનાચ્યા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., નોંધણી નંબર – ૩૭૯૪૦ (3) શ્રી મહિલા સંચાલિત ચીચપાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., નોંધણી નંબર – ૩૭૯૯૭ તથા (૪) શ્રી મહિલા સોનુનીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર – ૩૫૯૪૮ ની નોંધણી રદ થવા પામી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની આ ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.