
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર ગામીત
તાપી જીલ્લાનાં વડા મથક વ્યારા ખાતે આવેલ એમ.પી.એમ.સી માર્કેટમાં કોઈ પણ જાતના નિયમોનાં પાલન વગર કે કોઈપણ જાતના ડર વગર લોકનો મેળવડો જામે છે અહી નથી ડર તંત્રનો કે નથી ડર કોરોના સંક્રમિત થઇ જવાનો! એમ.પી.એમ.સી માર્કેટ વ્યારામાં તાપી જિલ્લાના મોટાભાગના તાલુકાનાં ગામો ઉપરાંત સુરત, બારડોલી, માંડવી, વાંસદા,વઘઈનાં ઘણાં ગામડાઓ માંથી તથા મહારાષ્ટ્રનાં નવાપુર, નંદુરબાર વિસ્તારમાંથી ખેડુતો, ફેરીયાઓ, નાના મોટા વેપારીઓ શાકભાજી ફળો વેચવા – ખરીદવા અહી વ્યારા સ્થિત એમ.પી.એમ.સી માર્કેટમાં આવે છે,
કોરોના વાયરસ સંક્રમણ ફેલાવો ના થાય તે હેતુથી સરકારની કોવીડ-૧૯ની માન્ય કલેકટરશ્રી તાપીની ગાઈડ લાઈન કે પરીપત્રનાં સુચન મુજબ દરેક નિયમોનાં પાલન સાથે જ અનાજ કે શાકભાજી ફળોનું હરાજી કરવાનું ફરજિયાત છે, સાથે આજે તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગર ખાતે ૩નવાં કોરોના પોઝીટીવ કેસો સક્રીય વ્યારા નગરમાંથી નોંધાયા છે, સમગ્ર નગરમાં દેહ્સતનો માહોલ, તમામને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે, ત્યારે બીજી બાજુ વ્યારાના એ. પી. એમ. સી. માર્કેટમાં સેનેટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોને નેવે મૂકીને હરાજી પ્રક્રિયા ખરીદ અને વેચાણનું કામ કોઈ પણ ડર વગર થઈ રહયુ છે, જાણે વ્યારામાં કોરોનાને લોકો બહુ હળવે લે છે ? અને ખેડૂતોનાં જીવન સાથે થઇ રહ્યા છે ચેડા! માર્કેટ યાર્ડનાં જવાબદાર લોકોને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં થોડું ધ્યાન આપેતે જરૂરી તંત્ર આ મુદ્દે કડક બને તે પહેલાં ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા અને ગાઈડલાઈન્સ મુજબ સગવડ ઉભી કરાવી જરૂરી.