શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
આઈસ સ્ટોક સ્પોર્ટ્સની ટીમ ને ટ્રેનીંગ આપનાર ઇન્ટરનેશનલ પ્લેયર દ્રષ્ટિ વસાવા અને વિકાસ વર્માએ અપાવ્યું ગુજરાતને ગૌરવ:
આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એશોસિયન ઑફ ગુજરાતનાં સેક્રેટરી રંજન વસાવાએ સૌ રમતવીરો ને શુભેચ્છા પાઠવી;
નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પયનશિપમાં ઓલ ઇન્ડીયામાં ગુજરાતે સૌથી વધારે 42 ગોલ્ડ મેડલ મેળવ્યા..
ભરૂચ: નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 મહારાષ્ટ્ર પુણે બાલેવાડી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ના 30 જેટલા યુવા ખેલાડીઓ એ અલગ અલગ કેટેગરીમાં કુલ 28 મેડલ મેળવ્યા હતા.
ગત તારીખ ૧૧ થી ૧૩ ઑક્ટોબર દરમિયાન નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશિપ ૨૦૨૩ મહારાષ્ટ્ર પુણે બાલેવાડી સ્ટેડિયમ માં યોજાઈ ગઈ. જેમાં ગુજરાત રાજ્ય માંથી કુલ ૩૦ વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓ જેમકે સુરત, ભરુચ, તાપી, ડાંગ, વડોદરા થી 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં ભરૂચ જીલ્લામાં ઇન્ટરનેશનલ આઈસ સ્ટોક પ્લેયર દ્રષ્ટિ વસાવા, સુરત માં વિકાશ વર્મા, ડાંગમાં પૃથ્વી ભોયે, તાપીમાં પ્રવીણ શર્મા,અને વડોદરામાં વિક્રમ રાઠોરે આ ગેમ ની તાલીમ આપી હતી.
ગુજરાત ટીમ એ કુલ ૭૧ મેડલ મેળવ્યા છે ,જેમાં ટિમ ગેમ માં 2 ગોલ્ડ 2સિલ્વર, 2 બ્રોન્ઝ અને ઈન્ડીવિડ્યુઅલ ટાર્ગેટમાં 1 ગોલ્ડ,3 સિલ્વર, 2 બ્રોન્ઝ મેળવ્યા જ્યારે ટીમ ટાર્ગેટમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને ઈન્ડીવિડ્યુઅલ ડિસ્ટન્સમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ મેળવ્યા,જ્યારે ટીમ ડિસ્ટન્સમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
આમ આ નવી રમત માં યુવા વિધ્યાર્થીઓ એ મેડલ મેળવી ગુજરાત નું નામ રોશન કર્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નેત્રંગ