શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા પત્રકાર: કમલેશ ગાંવિત
વાંસદા ખાતે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ વિતરણ કાર્યક્રમ યોજાયો:
વાંસદા: આજરોજ વાંસદા પ્રતાપ હાઇસ્કુલના હોલમાં વાંસદા તાલુકા ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ અંતર્ગત પ્રતિમા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાન્ત માંથી જયરામ ભુવા તેમજ વાંસદા તાલુકાના કેણવણી મંડલ ના ઉપપ્રમુખ રાજેશ ગાંધી, મંત્રી ધર્મેશ પુરોહિત તેમજ એડવોકેટ નોટરી વંદનાબેન તેમજ ધર્મ જાગરણ સમન્વય સમિતિ માંથી ભાયકુભાઈ પવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદાથી ભાવેશભાઇ પટેલ, દીપક પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં. સુરતથી પધારેલાં અશ્વિનભાઈ એ ગણપતિ ઉત્સવ સારી રીતે ઉજવણી કરી શકાય તે માટે માર્ગદર્શન આપ્યુ હતું.
તેમજ વિવિધ ગામોમાં સમન્વય સમિતિ દ્વારા સુરતના દાતાશ્રી દ્વારા 450 ગણેશ જી ની પ્રતિમા વીતરણ કરવામાં આવી હતી. પ્રતાપ હાઈસ્કૂલના આશા વીરેન્દ્ર મજમુદાર એકેડમીના મેદાનમાં વિતરણ કાર્યક્રમ ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા પાર પાડવામાં આવ્યુ હતું.