શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર
સમયસર વરસાદ થતા વાવણી તો કરી પરંતુ બાદમાં આવ્યો રોવાનો વારો! વરસાદે હાથતાળી આપી જતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે મેઘરાજાનાં રીશામણા?
માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામનાં ખેડૂત મકબુલભાઈએ વરસાદ સમયસર અને સારો થતા પોતાના ૧૬ વીંઘાનાં ખેતરમાં સોયાબીનની વાવણી કરી ધીધી હતી , પરંતુ એક વરસાદ બાદ વરસાદ જાણે ખેડૂતો સાથે વેર વાળતો હોઈ એમ હાથતાળી આપી વરસાદ ગાયબ થઇ ગયો છે જેને લઇ મકબુલભાઈની હાલત કફોડી બની છે, મકબુલ ભાઈ જેવાં અનેકો થયાં છે પરેશાન… આશરે ૫૦ હજાર જેટલો ૧૬ વીંઘા સોયાબીનની વાવણીમાં ખર્ચ થયો છે ,પરંતુ વરસાદ ગાયબ થઇ જતા સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ મકબુલ ભાઈ ને સતાવી રહી છે ,કારણે વરસાદ નહી આવતા જે બીજ જમીનમાં રોપ્યા છે એમાં પાણીનાં અભાવને કારણે સુકાઈ ગયા છે અને ફૂગ લાગી ગઈ છે..
વાત માત્ર ઝાખરડા ગામનાં ખેડૂતોની જ નથી આખા માંગરોળ તાલુકા માં ૪૦૦૦ હેક્ટરથી વધુ જમીનમાં સોયાબીનનો પાક લેવામાં આવે છે , આકાશી ખેતી પર નભતા આ વિસ્તારનાં ખેડૂતો સોયાબીનનો પાક એટલા માટે બનાવે છે કે વરસાદ પૂરો થતા આ પાક તૈયાર થઇ જાય છે અને ત્યાર બાદ અન્ય પાક લઇ શકે ,પરંતુ વરસાદની હાથતાળીને લઇ આખા તાલુકામાં સોયાબીન પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે. આવરે વરસાદ…….….