શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
થવા ના શ્રી કૃષ્ણ આશ્રમ શાળા 35 વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ઝળક્યા:
નેત્રંગ: તા 22/08/23 ના SGFI સ્કૂલ ગેમ્સનું અયોજન માધવ વિદ્યાપીઠ, કાકડકૂઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રી કૃષ્ણઆશ્રમ શાળા થવાના એથ્લેટીક્સની સ્પર્ધામાં અંડર-14 અંડર-17 અને અંડર-19 વયજૂથના 44 વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ જેમ કે દોડ,ફેંક કુદમાં ભાગ લીધો હતો.
જેમાં 100 મીટર દોડ પ્રથમ સ્થાને વસાવા સારિકાબેન રહ્યા હતા તથા 200 દોડમા પ્રથમ સ્થાને, વસાવા દિવ્યાનિબેન,વસાવા હિનલબેન, વસાવા યોગિતાબેન વસાવા ગજેંદ્રભાઇ, વસાવા રાહુલભાઇ પ્રથમ સ્થાને રહ્યા હતા.તથા 400મીટર દોડમા પ્રથમ સ્થાને, વસાવા રેખાબેન,વસાવા પ્રિશિલાબેન વસાવા રોશનિબેન વસાવા નિરજભાઇ રહ્યા હતા. અને 800 મીટરમાં પ્રથમ સ્થાને વસાવા હરેશભાઇ રહ્યા હતા. 3000 મીટરમાં વસાવા રુચિતભાઇ પ્રથમ સ્થાને રહ્યા હતા. ઊંચીકુદમા પ્રથમ સ્થાને વસાવા દીપિકાબેન ગોળાફેંક્મા પ્રથમ સ્થાને વસાવા જયેંદ્રભાઇ,વસાવા હાર્દિક્ભાઇ હ્તા. જયારે વસાવા રાહુલભાઇ વસાવા કૌશિકભાઇ, વસાવા સાહિલભાઇ,વસાવા કેયુરભાઇ, વસાવા પ્રિકલબેન, વસાવા શિતલબેન, વસાવા ઉર્વશિબેન,વસાવા અનિશાબેન, વસાવા પ્રિયાબેન,આ તમામ વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ અને શાન વધારી છે, આ તમામ 35 ખેલાડીઓ જિલ્લા કક્ષાની 12 ઇવેન્ટમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે, શાળા પરિવાર સૌ ખેલાડીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા