શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંમેલન
૮ ઓગસ્ટ ૨૦૨૩ , મંગળવાર , બપોરે ૧:૦૦ કલાક થી શરૂ , વ્યારા ટાઉન હોલ ખાતે, વ્યારા , તાપીમાં ઉજવણી ના ભાગરૂપે યોજાશે સંવાદ કાર્યક્રમ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ વિવિધ પાયાના પ્રશ્નો ઊપર સંઘર્ષ કરતો રહ્યો છે.
જંગલ જમીન અધિકાર અધિનિયમ ૨૦૦૫/૬ ના અમલીકરણ ની વાત હોય , વેદાંત ઝીંક પ્લાન્ટ , જાતિના દાખલા , પોન્ઝી ચિટફંડ કંપનીઓ દ્વારા થયેલી લુંટ , સુગર ફેકટરીમાં કૌભાંડ અને ખેડૂતો ની શેરડી લઈ નાણાં ના ચુકવતા સંચાલકો ,ગ્રામીણ વિસ્તારમાં વિકાસ ના નામે છીનવી લેવાતી જમીન, નગરોમાં વસતા નાગરિકો ની છીનવાતી જમીન તૂટતાં ઘરો , ઉકાઈ થી માંડી પાર તાપી , ભારતમાલા , હાઈવે ૫૬ જેવા મુદ્દે વિસ્થાપિત થતાં આદિવાસીઓ રોજબરોજ સંઘર્ષ કરી રહ્યા છે.
મણિપુર માં બનેલી ઘટનાએ આપણને સહુને હચમચાવી મુક્યાં છે.વન સંરક્ષણ બિલ મંજૂર થયું છે.આવી સ્થિતિ માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ મુંઝવણમાં છે હવે શું કરવું?
૯ ઓગસ્ટ ૨૦૨૩ ની ઉજવણી કેવી રીતે કરીએ?
અનુભવી નેતૃત્વ અને યુવાનોની તાકાત થી ઉત્પન્ન થતા વિચારોમાં પરિવર્તન ની શક્યતા રહેલી છે.માટે છેલ્લા આઠ વર્ષથી તાપી જીલ્લામાં દર વર્ષે ઊજવણી કરતા આગેવાનો દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં પ્રથમ ૮ ઓગસ્ટ ના રોજ ગુજરાત ભરના વિવિધ સમાજના તેમજ આદિવાસી સમાજના નિષ્ણાત વકીલ, ડોક્ટર,રાજનેતા, આગેવાનો સાથે આદિવાસી સમાજની સામાજીક , સાંસ્કૃતિક , રાજકીય , કાયદાકીય પરિસ્થિતિ , પડકારો અને ઉપાયો જેવા વિવિઘ વિષયો ઉપર જન જાગૃતિ સંવાદ આયોજીત કરેલ છે.
આયોજિત કાર્યક્રમ મા સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જીલ્લાના તેમજ ગુજરાતના નામાંકિત આગેવાનો આપણને માર્ગદર્શન પુરુ પાડશે.
આયોજન સ્થળ પર મર્યાદિત બેઠક વ્યવસ્થા હોવાથી તમારા આગેવાનો પાસેથી વહેલાં તે પહેલાં ના ધોરણે ૦૫ ઓગસ્ટ પહેલા Entry Pass મેળવી લેવા માટે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કોઈપણ જાણકારી મેળવવી હોય તે સમયે સંપર્ક નંબર : 9726683108. પર કોલ કરવાં જણાવ્યું હતુ.