
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જનતા હાઇસ્કુલ શામગહાન ખાતે ‘કારકિર્દી માર્ગદર્શન’ સેમિનાર યોજાયો :
આહવા: ડાંગ જિલ્લા રોજગાર કચેરી, આહવાના મોડેલ કેરિયર સેન્ટર દ્વારા જનતા હાઇસ્કુલ-શામગહાન ખાતે શાળાના વિધ્યાર્થીઓ માટે ‘કારકિર્દી માર્ગદર્શન’ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
કારકિર્દી માર્ગદર્શન સેમિનારમા જિલ્લા રોજગાર કચેરીના કરીયર કાઉન્સિલર કુ.ધરતીબેન ગામીત અને કચેરીના યંગ પ્રોફેશનલ શ્રી જેડ.એફ.રાજ દ્વારા શાળાના ધોરણ 11-12ના કુલ 92 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના વિવિધ કેરીયર અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, સરકારની અનુબંધમ/એન.સી.એસ રોજગારલક્ષી પોર્ટલમા નામ નોધણી, અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
આ સાથે જ શાળાના શિક્ષક શ્રી કૃણાલભાઈ સોલંકી દ્વારા રોજગાર અને કારકિર્દી લક્ષી ઉપયોગી માહિતી વિધ્યાર્થીઓને આપી હતી.
જિલ્લા રોજગાર કચેરીના કર્મચારી દ્વ્રારા જિલ્લાના છેવાડા આવેલ ગામની શાળામા આવી શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ શાળાના આચાર્યા શ્રી મનુભાઇ ગાવિતે આભાર વયક્ત કર્યો હતો.