શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ,નર્મદા સર્જનકુમાર
નર્મદાજીલ્લાનાં કેવડીયા વિસ્તારનાં ૧૪ ગામોનાં આદિવાસી ખેડુતોને કોરોના મહામારીમાં ખેતી નહિ કરવાં દેતા હોબાળો! આદિવાસી ખેડુતોના ખેતઓજારો અને બિયારણ પોલિસે જપ્ત કરી કાનુની કાર્યવાહી:
તેમજ કેવડિયા વિસ્તાર ૬ ગામોમાં જમીન છોડી જવા નર્મદા નિગમ, નર્મદા પોલિસ અને સરકારી અધિકારીઓની ધાકધમકી?
૧૪ ગામોનાં આદિવાસી ખેડુતોને કોરોનાની કઠોર મહામારી વચ્ચે ખેતી નહિ કરવા દેવા, આદિવાસી ખેડુતોના ખેત ઓજારો અને બિયારણ પોલિસે જપ્ત કરી કાનુની કાર્યવાહી કરી રહી છે, તે નિંદનીય ઘટના છે, તેમજ કેવડિયા વિસ્તાર ૬ ગામ લોકોને હાલ સરકાર જે કંઈ થોડા પૈસા આપે છે તે સ્વીકારી લેવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ, નર્મદા પોલિસ અને સરકારી અધિકારીઓને ધાકધમકી આપી રહ્યાં છે અને બળજબરીથી પેકેજ પકડાવી રહયાં છે જેનો વિરોધ કરી ૧૪ ગામનાં લોકો સાથે આદિવાસી સમાજના આગેવાનો હાજર રહી જિલ્લા કલેકટર, જિલ્લા પોલિસ વડાને રજુઆત કરવામાં આવી તેમજ ગુજરાત રાજ્યના રાજયપાલને સંબોધી સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ રદ્દ કરવા અને આ વિસ્તારમાં અનુસુચિ – ૫ લાગું કરવા માટે આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી..
ગેરબંધારણીય રીતે કરેલી તાર ફેન્સીંગ તાત્કાલિક હટાવવામા આવે અને આદિવાસી ખેડુતોને જમીન પર ખેતી કરવા દેવામાં આવે જેથી તેમનું જીવન સ્વમાનભેર જીવી શકે, તેમજ ૬ ગામના આદિવાસી ખેડુતો પર જે ખોટી પોલિસ ફરીયાદ દાખલ કરી આદિવાસીઓને જે દબાવવા પ્રયત્નો થઈ રહ્યા છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે. કોરોના કહેર વચ્ચે સરકાર આ વિસ્તારમાં વર્ષોથી વસતાં લોકો પ્રત્યે સંવેદનશીલ બને તે જરૂરી!