
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા ખાતે સાંસદ મનસુખ વસાવાની આગેવાની હેઠળ કારોબારી બેઠક યોજાઇ:
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે નર્મદા ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ની આગેવાની હેઠળ ડેડીયાપાડા મંડળ ની કારોબારી બેઠક યોજાઈ હતી.
આજની યોજાયેલ આ બેઠક માં ભાજપના અનેક હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં સહભાગી થઈ જનસંપર્ક અભિયાન તેમજ અન્ય વિષયો પર સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા તેમજ અનેક ભાજપના હોદેદારો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પ્રદેશ આદિજાતિ મોર્ચા નાં ઉપ પ્રમુખ શંકરભાઈ વસાવા, સંગઠન નાં પધાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા