
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાને માનવતા બતાવી:
હોમગાર્ડ જવાને પગમાં વાગેલા વિદ્યાર્થીને બાથમાં ઉચકી પરીક્ષા કેન્દ્ર સુધી પોહચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું:
નર્મદા: ડેડીયાપાડા ની શ્રી.એ.એન.બારોટ વિદ્યાલય ખાતે આદર્શ નિવાસી શાળાના પ્રવેશ પરીક્ષા દરમિયાન શ્રી.એ.એન.બારોટ વિદ્યાલય નાં કમ્પાઉન્ડ માં ફરજ દરમિયાન ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વસાવા રમેશભાઈ તુલસીભાઈ ની નજર પરીક્ષા આપવા જતા એક વિદ્યાર્થી પર પડી હતી, અને એ વિદ્યાર્થી ને પગમાં વાગ્યું હતું, અને એ વિદ્યાર્થીની મુશ્કેલી આ હોમગાર્ડ જવાન ને નહિ જોવાતા આ ફરજ દરમિયાન હોમગાર્ડ જવાને માનવતા દેખાવી વિદ્યાર્થીને પોતાની બાથમાં ઉચકી લઈ ને પરીક્ષાનાં સ્થળ સુધી પહોંચાડી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા