શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના આહવા તાલુકા ના એક ગામ માં ૧૮૧ મહિલા અભ્યમ ટીમ ખરા અર્થમાં આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે, જેમાં મહિલા ને ઘરેલુ હિંસા ,છેડતી જેવા અનેક બનાવો માં મદદ સલાહ સૂચન અને માર્ગદર્શન અને બચાવ કરી મહિલા ને ભય મુકત બનાવતી મહિલા અભ્યમ ટીમ મહિલા ઓની મદદ માટે દિવસ અને રાત કામ કરી રહી છે .
ડાંગ જિલ્લાનાં છેવાડા ના ગામ માંથી એક પરણિત મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ને કૉલ કરી મદદ માગી હતી કે પતિ ના અન્ય સ્ત્રી સાથે ના સબંધ થી પોતાના લગ્નજીવન ભય માં છે,
જેથી ડાંગ અભ્યમ ટીમના નેહા મકવાણા ચંદન પટેલ તેમજ પાયલોટ ચંદ્રકાંત વારડે પરણીતાબેને જણાવેલ સરનામા પર પહોંચી ગયા જ્યાં જઈને પરણીતા બેન ની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓના લગ્નના સાત વર્ષ થયેલ છે તેઓને પાંચ વર્ષ નો એક દીકરો છે અને તેઓના પતિ નું અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી પરણીતાબેન ને તેઓ નાની નાની બાબતમાં ઝઘડો કરે છે ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે તેમ જ માર જોડ કરે છે તેમજ પરણીતાબેન સાથે કોઈ જ સંબંધ રાખતા નથી તેમના પર ગુસ્સા થી વર્તન કર્યા કરે છે પરણીતાને જેથી પરણીતાને પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા પતિને માફ કરી સુધરી જવા માટે જણાવેલ પરંતુ પતિ સમજવા માટે રાજી ન થતાં મુશ્કેલીમાં મુકાયેલ મહિલા ૧૮૧ ટીમની મદદ માંગી હતી,જેથી 181 ની ટીમ એ પતિ નું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી અને સમજાવાની કોશિશ કરતા તેઓને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી અને હવે પછીથી કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખે અને પોતાની પત્ની અને પરિવાર સાથે સારી રીતે રહેવા માટે રાજી થતા ૧૮૧ ડાંગ અભ્યમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો .
આમ પરિણીતા ના પતિ ને પરણીતા અને ઘરના સભ્યો ઘણું સમજાવતા છતાં પતિના આડા સંબંધથી કંટાળેલી મહિલાને 181 ટીમ ની મદદ થી સલાહ સૂચન અને કાયદાકીય માહિતી આપી અને તેમની ભૂલનો અહેસાસ કરાવી પરણીતા સાથે રહેવા રાજી કરી ખુબજ મુશ્કેલીમાં મુકાયેલ પરણીત મહિલાને મદદ પહોંચાડી એક સારાહનીય કામગીરી કરવામાં આવી હતી.