
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના નાનકડા તાલુકા ડેડીયાપાડામાં જન્મેલા અને હાલ વડોદરા ખાતે દૂરદર્શન નેશનલ ન્યુઝ નાં પત્રકાર ભરતકુમાર વર્મા ને નેલ્સન મંડેલા પીસ એવોર્ડ 2023 મળતા ખુશી ની લાગણી ફેલાઇ:
મુંબઈ સ્થિત અને સમગ્ર ભારતસહિત ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરતી સંસ્થાન નેલ્સન મંડેલા પીસ એવોર્ડ દ્વારા હાલમાં નેલ્સન મંડેલા પીસ એવોર્ડ 2023 નું નોમિનેશન કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ઉચ્ચ અભ્યાસ સહિત સમાજ સેવાના મોટા કાર્યો માટે સમગ્ર દેશભર માથી તેમની સંસ્થા દ્વારા શોધ કરવામાં આવે છે અને ખાસ કરીને કોરોના કાળ માં કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈને આ વર્ષે જે એવોર્ડ એનાયત કર્યો તેમાં સમગ્ર ભારત દેશમાંથી અને ગુજરાતના વડોદરા શહેરના દુરદર્શન નેશનલ ન્યુઝમાં રિપોર્ટર તરીકે કાર્ય કરતા ભરતકુમાર મણિલાલ વર્માની પસંદગી કરવામાં આવી છે અને તેમને આ સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર રાજકુમાર ટાંક સહિત બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓ પરદેશ ફ્રેમ મહિમા ચૌધરી અને ઈશા કોપીકર નાં સંયુકત હસ્તે મુંબઈની ઇન્ટરનેશનલ હોટલ ઓર્ચીડ ખાતે આ એવોર્ડ સહિત માનદ્ ડોક્ટરેટ ની પદવી આપવામાં આવતા તેમના પરિવાર સહિત તેમના મિત્ર વર્તુળમાં ખૂબ જ ખુશીની લાગણી ફેલાઈ છે
ભરતકુમાર બી વાત કરીયે તો તેમનો જન્મ તે વખત નાં દુર્ગમ જંગલ વિસ્તાર નાં ડેડીયાપાડા ગામ માં શિક્ષક પિતા મણિલાલભાઈ અને શિક્ષક માતા જશવંતી બહેન નાં ત્યાં થયો હતો શિશક માતા પિતા હોવાથી અભ્યાસમાં શરૂઆતથી જ આગળ હતા આમ પણ અભ્યાસ ની વાત કરવામાં આવે એસએસસી માં ફર્સ્ટ ક્લાસ, મેળવી તેમના જંગલ વિસ્તારમાં સાયન્સ સ્કુલ ન હોવાથી તેમને 50 કિમી દૂર રાજપીપળા ખાતે ધોરણ 12 સાયન્સ પણ પ્રથમ પ્રયત્ને સેકન્ડ કલાસે પાસ કરી સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું હતું બાદ બેચલર ઓફ સાયન્સ,સર્ટીફીકેટ ઇન મેડિકલ લેબ ટેકનોલોજી, માસ્ટર ઇન જર્નાલિઝમ એન્ડ માસ્ કમ્યુનિકેશન , ડિપ્લોમા ઇન પોલિટિકલ લીડરશીપ એન્ડ ગુડ ગવર્નર્સ સહિતની ડિગ્રીઓ મેળવી હતી તેમની યસ કલગીમાં આ નવું છોગુ ઉમેરાયું છે જેમા તેમને સંત મધર ટેરેસા યુનિવર્સિટી તરફથી ડિજિટલ એજ્યુકેશન એક્સિડન્સ એન્ડ સન્સેબલ ડેવલપમેન્ટ એન્ડ વર્લ્ડ પીસ માંથી કેમ્બ્રિજ સ્કૂલ ઓફ ડિસ્ટન્સ લર્નિંગ યુકે અને આ યુનિવર્સિટી સાથે હાર્ડવર્ડ યુનિવર્સિટી યુ.એસ.એ પણ જોડાયેલું છે જેની માનદ ડિગ્રી મેળવીને પ્રેસ મીડિયા વર્ક માટે ખાસ ભરતકુમાર ને મળી છે જેથી તેવો હવે ડૉ ભરતકુમાર મણીલાલ વર્મા બની ગયા છે જે ખરેખર ગૌરવની બાબત છે તેઓ પત્રકાર ક્ષેત્રે છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે તેમણે તાલુકાની જિલ્લા કક્ષા સહિતના રિપોર્ટિંગ કર્યા છે.
જેમાં ગરીબ સામાન્ય વર્ગના લોકોના પ્રશ્નો ઉઠાવીને પોઝિટિવ રીતે એને સમાધાન કર્યા છે અને હાલ દૂરદર્શન નેશનલ ન્યુઝ રિપોર્ટિંગમાં પણ નેગેટીવ માંથી પણ પોઝિટિવ શોધીને સર્વ લોકો આગળ વધે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્ર સબકા સાથ સબકા વિકાસ સાર્થક કરવા જ્યારે તેમણે 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતનું એકમાત્ર ગામ ડેડીયાપાડા પસંદ કર્યો હતો જેમાં તેમણે કન્યા કેળવણી ની શરૂઆત કરાવી હતી કન્યા અને કુમારો ને ભણાવવા માટે તેમના માબાપ પાસે ભિક્ષા માંગી હતી,તેમની સાથે બે દિવસ રહેવાનો ફરવાનો મોકો પણ મળ્યો હતો અને તેમની સાથે અંગત મિત્રતા પણ બંધાઈ હતી ત્યારે પ્રધાનમંત્રી સાથે ઘણી વાતો થઈ હતી તેમણે પણ અમને પત્રકાર ભરતકુમાર ને સાથે વાતચીત કરી હતી ત્યારે એજ્યુકેશન જ એકમાત્ર વિકલ્પ ગણાવ્યો હતો અને તેમનાથી પ્રેરાઈને માત્ર પોઝિટિવ ન્યુઝ નહીં પરંતુ સાથે વહીવટી તંત્ર સાથે પણ સંકલન કરીને પણ લોકોના પ્રશ્નો હલ કર્યા છે.
સિવાય તેમની બીજી જો કામગીરી વાત કરવામાં આવે તો તેમણે ડેડીયાપાડામાં જ્યારે રહેતા હતા ત્યારે સૌપ્રથમ પોતાની પેથોલોજીકલ લેબોરેટરી સ્થાપી હતી તેનો સમગ્ર શ્રેય વડોદરા નાં ઇન્દુ બ્લડ બેંક નાં ડો વિજય શાહ હાલ પ્રમુખ ભાજપ શહેર અને જયેશભાઈ સોની ને ફાળે જાય છે 1996 માં એકમાત્ર તાલુકાની લેબોરેટરી બની હતી બાદમાં ગરીબ વિસ્તારોમાં ડોક્ટરની હોસ્પિટલની અછત હતી તેવા સમયમાં તેમણે પોતે પોતાની આવકમાંથી 30થી 40% ભાગ ગરીબ દર્દીઓની સેવા કરવા માટે ચેરીટેબલ હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં કવોલીફાઇડ ડોક્ટરો દ્વારા તેમણે 10 વર્ષ સુધી નિશુલ્ક પ્રમાણે હોસ્પિટલ, લેબોરેટરી, ડેન્ટલ સહિત વિભાગ થી લોકોને સેવા પૂરી પાડી હતી તે બાદ તેઓ 2014માં વડોદરા સ્થાયી થયા ત્યાર ત્યાં પણ તેમણે એક વર્ષ સુધી શ્રી સાઈ જનરલ હોસ્પિટલ શરૂ કરી જીઆઇડીસી વિસ્તારમાં પોતાની સેવા કાર્ય કર્યા હતા પરંતુ તે બાદ તેમણે આર્થિક સંકટના કારણે આ સેવા બંધ કરી પરંતુ એવી સંસ્થા સાથે લોકોને જોડતા ગયા કે ગરીબ લોકોની સેવા કાર્ય ચાલતા રહે ત્યારબાદ તેમણે માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન માં ઉચ્ચ ડિગ્રી હોવાથી તેમણે દુરદર્શનમાં વડોદરા ખાતે તેમની નિમણૂક કરવામાં આવી અને અત્યારે પણ તેઓ દૂરદર્શન નેશનલ ન્યુઝ સાથે જોડાઈને હંમેશા પોઝિટિવ કાર્ય કરતા રહે છે આ કામગીરી તેમણે પૂર્ણ કરવા પણ કરી હતી પોતાના જિંદગીની પરવા કર્યા વિના ન્યુઝ તો કર્યા જ હતા પરંતુ તે સાથે પોતાના ગરીબ ગામડાવાસીઓને કંઈક ને કંઈક કોઈના તરફથી મદદ મળે તેવો અભિગમ દાખવીને તેમણે સતત પ્રયત્નશીલ રહીને સફળ કામગીરી કરી હતી જેના બદલ તેમને આ એવોર્ડ નેલ્સન મંડેલા પીસ એવોર્ડ 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાત માથી માત્ર ભરતકુમાર વર્મા ની પસંદગી થઈ છે અને તેમને માનદ્ ડોક્ટરેટ ની પદવી મળતા તેવો હવે ડૉ ભરતકુમાર મણિલાલ વર્મા બન્યા છે તેમની સિદ્ધિને તમામ તરફથી બિરદાવવામાં આવી રહી છે આ સાથે ભારત યાત્રાના સંસ્થાના સંચાલક કે મોહન આર્ય પૂર્વ ઇન્ટરનેશનલ હોકી ખેલાડી અને પૂર્વ આર્મી કપ્તાન અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ ચંદ્રશેખર જીના ખાસ તરફથી પણ એવોર્ડ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે તેમના અંગત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્ર અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદભાઈ પટેલ સાથે હતા અને ભારતની તમામ પાર્ટીઓ સાથે પણ ઉચ્ચ નેતાઓ સાથે તેમના સંબંધો રહ્યા હતા તેમનો પણ ભરતકુમાર આભાર વ્યક્ત કર્યો છે માતાપિતા પરિવારજનો સહિત નામી અનામી તમામ લોકોનો એવોર્ડ મળવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
પત્રકાર : દિનેશભાઇ વસાવા, ડેડીયાપાડા