
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા ની મોડેલ સ્કૂલ ખાતે વડાપ્રધાનશ્રી નો “પરીક્ષા પે ચર્ચા” જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો:
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાનનાં ટાઈમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું;
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે દિલ્હી ખાતેથી ઓનલાઇન માધ્યમથી શિક્ષકો અને વાલીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ની મોડેલ સ્કૂલ ખાતે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું.
“પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમા જીવંત પ્રસારણ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ ભરના વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો તથા તેમની મૂંઝવણો અંગે સુંદર અને ઉપયોગી ઉદાહરણો સાથે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
“પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં ઉપસ્થિત નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા તેમજ માજી વન મંત્રીશ્રી મોતીલાલ વસાવા દ્વારા શાળાના વિધાર્થીઓને શાળાકીય પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષા ભયમુક્ત વાતાવરણમાં કેવી રીતે આપી શકાય તેમજ ટાઇમ મેનેજમેન્ટનો શિક્ષણમાં ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ તેના વિષે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, માજી વન મંત્રીશ્રી મોતીલાલ વસાવા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન વસાવા, મહામંત્રી ધરમસિંગભાઈ વસાવા, મોડેલ સ્કૂલ નાં પ્રિન્સિપાલ મુમતાજબેન, શાળા નો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા