દક્ષિણ ગુજરાત

તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની નિયુક્તિ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની નિયુક્તિ :

તાપી: ગુજરાત વિધાનસભાના ગઠન બાદ નવરચિત મંત્રી મંડળમા માન.રા.ક.મંત્રીશ્રી, વન અને પર્યાવરણ કલાઇમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલને રાજ્ય સરકારે તાપી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે  નિયુક્ત કર્યા છે.

તાજેતરમા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા એક આદેશ અનુસાર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારના સોળ જેટલા મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લાઓના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામા આવી છે. જે મુજબ રાજ્યના છેવાડે આવેલા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલની નિયુક્તિ કરવામા આવી છે.

ઉલ્લેખનિય છે કે, મંત્રીશ્રી તાપી જિલ્લા ઉપરાંત વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળશે. મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ આ અગાઉ પણ તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી તરીકે નોંધણીય કામગીરી કરી તાપી જિલ્લા તંત્રને સમયાંતરે રચનાત્મક માર્ગદર્શન આપતા રહ્યા છે.

પત્રકાર: કીર્તનકુમાર ગામીત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है